ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

નરમ - ગરમ વાતાવરણ વચ્ચે બિલ પાસ

સોમવારની  સાંજે ખાદ્ય સુરક્ષા બીલ પર મતદાન થઈ રહ્યું હતું તે દરમ્યાન યુ.પી.એ ચેરપર્સન સોનિયા ગાંધીની તબીયત અચાનક બગડી તો બીજી તરફ અનેક વિવાદો વચ્ચે પણ લોકસભામાંથી ખાદ્ય સુરક્ષા બિલ પાસ થઈ જવા પામ્યું છે.  

સોમવારે લોકસભામાં ફૂડ સિક્યોરીટી  બિલ માટે વોટીંગ થવાનું હતું. કહેવાય રહ્યું હતું કે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનો આ ડ્રીમ પોજેક્ટ હતો. જેથી કોંગ્રેસ અને યુપીએ સરકાર પહેલાથી જ આ બીલ પાસ થાય તે માટે કમરકસી રહ્યું હતું. જો કે ભાજપ સહિત એસ.પી પણ આ બિલને લઈને વિરોધ કરી રહી હતી .તેમ છતાં અંતે ભાજપે આ બિલને સમર્થન આપ્યું હતું   અને લોકસભામાંથી આ બિલ પાસ થઈ ગયું છે.

વાતાવરણ ત્યારે નરમ થઈ ગયું જ્યારે સોનિયા ગાંધીને લોકસભામાંથી અધવચ્ચે એમ્સ હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી.  રવિવારની રાતથી તેમની તબિયત ખરાબ હતી.પરંતુ સોમવારે ખાદ્ય સુરક્ષા બીલ જેવો તેમનો ડ્રિમ પ્રોજેક્ટ રજૂ થવાનો હતો તેથી તે પોતાને લોકસભામાં આવતા રોકી શક્યા ન હતા. મળતી માહિતી મુજબ, તેમના મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેમને સામાન્ય વાઈરલ ફિવર છે. અને તેમને પુરતો આરામ મળી રહે તે હેતુથી હોસ્પિટલની દેખરેખ હેઠળ એમ્સ હોસ્પિટલના આઈ.સી.યુ વિભાગમાં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત જોવા માટે સોમવારની રાતથી જ સ્વાસ્થ્ય મંત્રી, પ્રધાનમંત્રી અને અન્ય નેતાગણ પહોંચ્યા હતાં. જે કારણોસર એમ્સ હોસ્પિટલની બહાર સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. જોકે તેમને અમુક કલાકોની સારવાર બાદ મોડી રાતે તેમને એમ્સમાંથી રજા મળી ગઈ હતી. 

વિવાદો વચ્ચે પણ  ડ્રિમ પ્રોજેક્ટ પાસ

યુ.પી.એ ચેરપર્સન સોનિયા ગાંધીનો ડ્રિમ પ્રોજેક્ટ ફૂડ સિક્યોરીટી બિલ લોકસભામાંથી  પાસ થઈ ગયું છે. વિપક્ષ ભાજપે પણ આ બિલનું સમર્થન કર્યું છે. સોમવારે લોકસભામાં વિપક્ષના 300 જેટલા સંશોધનો નામંજૂર થયા  હતાં. આ મહત્વાકાંક્ષી યોજનાથી 82 કરોડ લોકોને સસ્તું અનાજ આપવાની સુવિધા છે. 

કોણે શું કહ્યું હતું 

ખાદ્ય મંત્રી  કે.વી થોમસે કહ્યું હતું કે આ બિલ ગરીબોના હિતને ધ્યાને રાખીને રાખવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આ બિલ પર ચર્ચા દરમ્યાન કહ્યું હતું કેદેશની પીડીએસ સિસ્ટમમાં સુધાર લાવવાની ખાસ જરૂર છે અને આ બિલથી ભારત પાસે ઈતિહાસ સર્જાવાની તક છે.


જ્યારે વિપક્ષે આ બિલનો સખ્ત વિરોધ કર્યો હતો. બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ કહ્યું હતું કે આ બિલને ચૂંટણીને ધ્યાને રાખીને લાવવામાં આવ્યું છે. લોકસભામાં એસ.પી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે આ બિલમાં રાજ્ય સરકારોની અનદેખી કરવામાં આવી છે. 


રાકેશ પંચાલ
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |