
ભાજપનું પ્રતિનિધિ મંડળ આજે રાષ્ટ્રપિતને મળ્યું
હતું. જેમાં તેમણે આવેદનપત્ર આપ્યું હતું કે જેમાં તેમણે રજૂઆત કરી હતી કે દેશમાં
ચૂંટણી વર્ષ 2014માં થવાની છે તેના બદલે સત્વરે વર્ષ 2013માં કરી દેવામાં આવે. જે પ્રકારે
આજે લોકસભામાં દેશની આર્થિક સ્થિતિ બાબતે વડાપ્રધાન મનમોહન સિંહે જે ભાષણ આપ્યું
હતું તેને વિપક્ષ અને બુદ્ધિજીવીઓ દ્રારા નિરાશાજનક જણાવામાં આવ્યું છે. આ ઉપરાંત
અચાનક પ્રધાનંત્રીએ વિપક્ષના હોબાળાને દબાવા માટે અનોખું નિવદેન આપી દીધુ જેમાં
તેમણે વિપક્ષને ટાંકીને કહી દીધું કે કોઈ દેશમાં વિપક્ષ વડાપ્રધાનને ચોર કહેતુ નથી. જ્યારે તેના
વળતા જવાબમાં નેતા અરૂણ જેટલી કહ્યું કે તમે ક્યારેય સાભળ્યું છે કે કોઈ દેશનો વડાપ્રધાન વિશ્વાસમત મેળવવા માટે
રૂપિયા આપતો હોય.
દેશની
આર્થિક સ્થિતિને ટાંકીને આરબીઆઈના ગર્વનર ડી. સુબ્બારાવે સરકારની નીતિને જવાબદાર
ગણવી છે. આ નિવેદને બળતામાં ધી હોમાવાનું કામ કર્યુ છે. અને એટલેજ કદાચ વિપક્ષને પોતાની સ્થિતિ મજબૂત
લાગી રહી છે. જે પ્રકારે દેશની આર્થિક સ્થિતિને લઈને યુપીએ સરકાર પોતાનો વિશ્વાસ
ગુમાવી રહી છે તેમ વિપક્ષનો વિશ્વાસ વર્ષ 2014ની ચૂંટણીમાં જીતનો વધારી રહી
છે. અને તેથી જ કદાચ ભાજપ પ્રિય આસારામથી
દૂર રહેવાની સલાહ મોદીએ નેતાઓને આપી છે. ભાજપ તરફથી નાની સરખી ભુલ પણ ભારે પડી શકે
છે જે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સારી રીતે સમજે છે. આસારામ બાપુ સતત
વિવાદમાં રહ્યાં છે અને તેમનો વિરોધ દરેક જગ્યાએ થઈ રહ્યો છે. સમર્થકોને છોડીને
આસારામના નામથી લોકો ગુસ્સે ભરાય છે તેવી પરિસ્થિતિમાં આસારામનો સાથ ભાજપને ભારે
પડી શકે તેમ છે. જેથી ભાજપ માટે ભુલાયેલા ઈતિહાસ સમાન બની ગયા છે.
જોકે કોંગ્રેસ વારંવાર કહેતી રહી છે વિપક્ષ અમને
મદદ કરતી નથી. પરંતુ આજે વડાપ્રધાનના ભાષણમાં આર્થિક સ્થિતિને સુધારવાના ઉપાયો
આપ્યા નથી. પરંતુ બધું જ વરસાદને ભરોસે છોડી દીધું. ઉપરાંત આર્થિક સ્થિતિ અસહકારને
કારણે પેદા થઈ છે તે પ્રકારના નિવેદનો આપીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હતી. દેશની આર્થિક સ્થિતિ નબળી કોઈ પાર્ટીના શાસનકાળમાં નબળી પડી જાય અને દરેક દરેક જગ્યાએથી વિરોધ થઈ રહી હોય તો નૈતિક્તાના ધોરણે જવાબદારીનો સ્વીકાર કરીને સરકાર પોતાની સત્તા છોડવાનું સાહસ ન કરી શકે અને બીજો પ્રશ્ન શું આર્થિક સ્થિતિનો સુધાર કરવાનો ઉપાય શું માત્ર સમય કરતા પહેલા ચૂંટણી કરાવીને થઈ જશે ?
ચૂંટણી દરમ્યાન કરોડો રૂપિયા વપરાય જાય છે તેવી પરિસ્થિતિમાં દેશનો આર્થિક બોજો વધી પણ શકે છે તે ધ્યાને રાખવું જરૂરી છે. સરકાર કોઈ પણ હશે પરંતુ તેને સાચી દિશામાં દરેકને સાથે રાખીને સત્વરે યોગ્ય નીતિઓ લાગું કરવી પડશે. માત્ર ચૂંટણી કરીને જ દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે તે નક્કી નથી.
રાકેશ પંચાલ
ચૂંટણી દરમ્યાન કરોડો રૂપિયા વપરાય જાય છે તેવી પરિસ્થિતિમાં દેશનો આર્થિક બોજો વધી પણ શકે છે તે ધ્યાને રાખવું જરૂરી છે. સરકાર કોઈ પણ હશે પરંતુ તેને સાચી દિશામાં દરેકને સાથે રાખીને સત્વરે યોગ્ય નીતિઓ લાગું કરવી પડશે. માત્ર ચૂંટણી કરીને જ દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે તે નક્કી નથી.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM,
For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com