આજે 30મી
ઓગષ્ટના રોજ સવારથી વડોદરા શહેરમાં બિલ્ડર લોબીના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જે પ્રકારે
આવકવેરા ખાતા દ્રારા બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. આજે દિવસ દરમ્યાન 300
જેટલા આઈટી વિભાગના કર્મચારીઓ આ ઓપરેશનમાં કાર્યરત હતા. જેમાં 15થી 20 જગ્યાએ સર્ચ
ઓપરેશન ચાલ્યું હતું. જેમાં સોનું, રોકડ રકમ અને બેંક લોકર સીલ કરવામાં આવ્યાં છે
આજે સવારે
જ્યારે વડોદરામાં આઈટી વિભાગ દ્રારા દરોડા પડ્યાં ત્યારે સુત્રો જણાવી રહ્યાં હતાં
કે મોટા પ્રમાણમાં બ્લેક મની આ દરોડા દરમ્યાન પકડાશે તે પ્રકારના એંધાણ મળી રહ્યાં
હતાં. આજે દિવસ દરમ્યાન 20 જગ્યાએ સર્ચ
ઓપરેશન કરવામાં આવ્યાં જેમાં ત્રણ બિલ્ડરો પાસેથી ત્રણ કરોડ મળ્યાં છે જ્યારે એક
બિલ્ડર પાસેથી ત્રણ કિલો સોનું મળી આવ્યું છે.
જ્યારે 50 જેટલા બેંક લોકર સીલ કરવામાં આવ્યાં છે.
આજે સવારે
જ્યારે નિઝામપુરા, ગોરવા, ગદાપુરા, ગોત્રી, ન્યુ અલકાપુરી અને કારેલીબાગ સહીત અનેક જગ્યાએ આવકવેરા ખાતું પહોંચ્યું ત્યારે બિલ્ડરો બેબાકળા
બની ગયા હતા. ઉલ્લેખનીય છેકે વર્ષ 2010માં જ્યારે દરોડા પડ્યાં હતા ત્યારે એક જ મોભાદાર વ્યક્તિને ત્યાંથી 60 કરોડ રૂપિયા જેટલું કાળું નાણું મળી આવ્યું હતું .
રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com