વર્ષ 2013ના ઓગષ્ટ મહિનાની 17મી તારીખે
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને આંતકી અબ્દુલ ટુંડાની પકડવામાં સફળતા મળી હતી. તેવી
સફળતા આજે ભારતીય પોલીસને આંતકી યાસીન ભટકલને પકડવામાં મળી છે. જેની કસ્ટડી બિહાર પોલીસને આપવામાં આવી હતી. જ્યાં ત્યાં તેણે ચોંકાવનારી કબુલાતો કરી છે.
ભટકલની ધરપકડ પકડાવી શકે અન્ય આતંકીઓ
માનવામાં આવી રહ્યું છેકે આતંકી યાસીન ભટકલ સાથે પુછપરછ દરમ્યાન ભારતને દાઉદને પકડવામાં સફળતા મળી શકે છે. ખુંખાર આતંકી યાસીન ભટકલ અને દાઉદ વચ્ચે અનેક વખત મુલાકાતો થઈ છે અને સારી એવી માહિતી આતંકી યાસીન ભટકલ પાસે છે. જે પ્રકારે આતંકી અબ્દુલ ટુંડાની બાતમીને આધારે આતંકી યાસીન ભટકલ હાથે લાગ્યો છે. તેવી જ રીતે આ આંતકીઓ સાથે વધુ પૂછપરછ અન્ય ખુલાસા થશે જેથી આતંક વિરોધી યુદ્ધમાં વધારે સફળતા મળશે જેમાં દાઉદ સુધી પણ ભારતનો હાથ પહોચી શકે છે. જોકે આતંકી ટુંડાએ આ અગાઉ ખુલાસો કરી દીધો છે ડોન દાઉદ પાકિસ્તાનના કરાંચી શહેરમાં રહે છે. તેમ છતાં દાઉદને ભારતમાં લાવવાનું સોનેરી સ્વપ્ન શક્ય કરવું દેશ માટે સરળ નથી. તેવી પરિસ્થિતિમાં દાઉદનો ખાસમખાસ યાસીન ભટકલ સાથે પુછપરછમાં વિશેષ માહિતી મળે તો દાઉદને પકડવાનું શક્ય બની શકે તેમ છે. તેમ છતાં આશા સેવાઈ રહી છેકે હજુ બીજા આતંકી પકડાઈ શકે છે.
આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનેનો ખુંખાર આતંકવાદી જેનો હાથ ભારતમાં થયેલા અનેક બ્લાસ્ટમાં હોવાના આરોપ લાગ્યા છે. ઈન્ડિયન મુજાહિદ્દીનનાં સ્થાપક તરીકે પણ આતંકી યાસની ભટકલની ઓળખ છે. આ ઉપરાંત વર્ષ 2008માં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં આંતકી યાસીન ભટકલનો હાથ હતો. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આતંકી યાસીન ભટકલની શોધખોળ કરી હતી. આ ઉપરાંત આંતકી યાસીન ભટકલની સંડોવણી દેશમાં થયેલા અનેક બ્લાસ્ટમાં રહેલી છે.

કેવી રીતે થઈ હતી ધરપકડ
નેપાળની સીમા પરથી આ મહિને બીજો એક ખુંખાર
આતંકીને પકડવામાં સફળતા ભારતીય પોલીસને મળી છે. જોકે પારંભિક તબક્કે ખબર પડી ન હતી કે આતંકી યાસીન ભડકલની ધરપકડ દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ કે પછી ઉત્તરપ્રદેશ
પોલીસ કે અન્ય રાજ્યની પોલીસ દ્રારા કરવામાં આવી છે પરંતુ ગણતરી કલાકોમાં ઉજાગર થઈ જવા પામ્યું હતું કે કર્ણાટક પોલીસ અને NIAને આતંકી યાસીન ભટકલને પકડવામાં સફળતા મળી હતી. અમદાવાદમાં વર્ષ 2008ના
સીરિયલ બ્લાસ્ટ થયાં હતાં. જેમાં આંતકી યાસન ભટકલનો હાથ હોવાનું ખુલ્યું હતું. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તેને શોધી રહી હતી.
ઈન્ડિયન મુજાહિદ્દીનનાં ખુંખાર આતંકી યાસીન ભટકલની ધરપકડ બાદ હવે નવા ખુલાસા થશે
તેમ જણાઈ રહ્યું છે.
ધરપકડ બાદના નિવેદનો અને અન્ય વિગતો
ભારતની આતંક વિરોધી બીજી સફળતા બાદ ગુરૂવારની સવારે ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ મીડિયાને આ બાબતની જાણકારી આપતાં જણાવ્યું હતું કે આતંકી યાસીન ભટકલ બિહાર પોલીસની કસ્ટડીમાં છે. આ ઉપરાંત અન્ય મળેલી માહિતી મુજબ, આતંકી અબ્દુલ ટુંડાની બાતમીના આધારે યાસીન ભટકલની ધરપકડ થવા પામી છે. બુધવારની રાતે આંતકી યાસીન ભટકલની ધરપકડ કરવામાં આવી હતી. સાત દિવસથી તેનો પીછો કરવામાં આવી રહ્યો હતો. મુંબઈ પોલીસે આતંકી યાસીન ભટકલની જાણકારી આપનારને દસ લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું. આતંકી ભટકલ સાથે વધુ એક આતંકી ધરપકડ કરવામાં આવી છે. આતંકી યાસીન ભટકલની ધરપકડ ગોરખપુરના સોનૌલીમાંથી કરવામાં આવી છે. આ સફળતા બાદ NIAના ચીફે પ્રધાનમંત્રી મનમોહન સિંહને આતંકી યાસીન ભટકલની ધરપકડની જાણ કરી હતી. 12 રાજ્યોમાં આતંકી યાસીન ભટકલ વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. યાસીન ભટકલ મુળ કર્ણાટકનો છે. માનવામાં આવ્યું છેકે પાકિસ્તાનથી ભારત સીધી રીતે અવર જવર કરવું શક્ય નથી. જેથી નેપાળથી ભારત કે પાકિસ્તાન અવર જવર કરવું સરળ હોય છે. જેથી આતંકી નેપાળ મારફતે ભારત-પાકિસ્તાન અવર જવર કરે છે.
ધરપકડ બાદની ચર્ચાઓ
આજે ગુરૂવારની સાંજ સુધી પકડાયેલા આતંકી યાસીન ભટકલને દિલ્હી લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. સુરત પોલીસને આતંકી યાસીન ભટકલનો કબજો મળશે તેવા સમાચાર મળ્યાં છે. ઉલ્લેખનીય છેકે ગુજરાતના સુરત શહેરમાં આંતકી યાસીન અને તનવીરે વર્ષ 2008માં બોંબ પ્લાન્ટ કર્યા હતા. જે વખતે 18 બોંબ પ્લાન્ટ કરવામાં આવ્યા હતાં. આતંકી યાસીન ભટકલના વિવિધ રાજ્યમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુના અને આતંકી ગતિવિધિઓમાં રહેલી તેની સંડોવણીને ધ્યાને રાખીને દેશમાં એક પછી એક અનેક રાજ્યોની પોલીસને તેનો કબજો આપવો પડશે.
મનાઈ રહ્યું છેકે આંતકી યાસીન ભટકલની ધરપકડ ઘણી મહત્વપૂર્ણ સફળતા છે. NIB અને IBના આ સંયુક્ત ઓપરેશનથી પકડાયેલા આતંકી યાસીન ભટકલ અન્ય આતંકીઓને સકંજામાં લેવા માટે મહત્વપૂર્ણ કડી સાબિત થશે. ઈન્ડિયન મુજાહિદ્દીનનો સંસ્થાપક યાસીન ભટકલની ધરપકડ અત્યારસુધીની સૌથી મોટી આતંક વિરોધી સફળતા છે.
પટનામાં ભડકલની પૂછતાછ

નેપાળ બોર્ડર પરથી ઝડપાયેલા આતંકવાદી
યાસીન ભટકલ પોલીસને નિવેદન આપ્યુ કે વિસ્ફોટ તો થતા રહે છે, તેમા કાંઇ નવું નથી. પૂછતાછ દરમિયાન ભટકલે સંકેત આપ્યા કે તેને કોઇ
પસ્તાવો નથી. બિહાર પોલીસનાં સૂત્રોએ જણાવ્યુ કે ભટકલે પૂછતાછમાં ભારતમાં થયેલા
અનેક બ્લાસ્ટમાં પાકિસ્તાનની સંડોવણી હોવા સહિત અનેક જાણકારી આપી. સૂત્રોએ જણાવ્યુ કે યાસિન ભટકલે કબૂલ
કર્યુ કે પુણે, વારાણસી અને હૈદરાબાદ બ્લાસ્ટમાં તેની
સંડોવણી હતી. પણ બોધગયા વિસ્ફોટ અંગે તેણે ઇનકાર કર્યો.
બિહાર પોલીસનું માનવુ છે કે 7 જુલાઇએ
બોધગયામાં થયેલા અનેક બ્લાસ્ટમાં ભટકલની મહત્વની ભૂમિકા હતી. આ બ્લાસ્ટ બાદ ઇન્ડિયન મુઝાહિદ્દીનનાં 2 શખ્શો પાસેથી 2
લેપટૉપ, 4 મોબાઇલ ફોન અને સીડી તથા ડીવીડી જપ્ત
કરી.ભટકલે જણાવ્યુ કે તેનાં બંને ભાઇ રિયાઝ
ભટકલ અને ઇકબાલ ભટકલ પાકિસ્તાનમાં છે. હાલમાં યાસીન ભટકલને એનઆઇએને સોંપાવમાં આવ્યો
છે.
આજે 30મી ઓગષ્ટના રોજ ભટકલની બિહારથી દિલ્હી લાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આજે દિલ્હી ખાતેની કોર્ટમાં ભટકલે પોતે યાસીન ભટકલ નથી તેમ જણાવી બચાવ કર્યો હતો. જોકે ભટકલના પોલીસને 12 દિવસના રિમાન્ડ કોર્ટે આપી દીધા છે. આ બન્ને આતંકીઓ પાસેથી પુછપરછ દરમ્યાન અનેક ખુલાસા થશે તેવી આશા સેવાઈ રહી છે.

રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com