સાચું હોય તો એને વધાવજો રે પ્યારા ભારત વાસી
સમુદ્ર મંથન કરાવ્યું ને શામળિયાએ ખેલ્યા અનેરા ખેલ
અગણિત રત્નો મેળવ્યા થયો દેવ દાનવનો અજબ મેલ રે…પ્યારા ભારત વાસી
મેરુ પર્વત અને વાસુકી નાગ કેરું ખુબ જ કાઢ્યું તેલ રે…….પ્યારા ભારત વાસી
આપે રત્નો મેળવવા કાજે કર્યું ને માતાઓએ રાખી પત
શિવાજી,પ્રતાપ,લક્ષ્મીબાઈને જન્મ દઈ રાખ્યો વટ રે………પ્યારા ભારત વાસી
અમે પણ ભારત મંથન કર્યું ને પામ્યા અનમોલ રતન
ગાંધી,સરદાર,જવાહર, સુભાષ, ભગત જેવા જ કંચન રે ……પ્યારા ભારત વાસી
આ વિરલાઓએ કંઈ પણ ના લીધું કર્યું છે બસ અર્પણ
અંગ્રેજી હકુમતને હઠાવી ને ભારતમાતાનું ઋણ તર્પણ રે……..પ્યારા ભારત વાસી
સો કરોડની જનતાએ વારંવાર આદર્યું છે ભારત મંથન
રત્નો કે હીરા ના મળ્યા ફક્ત મળ્યા નફફટ નાગા જન રે……પ્યારા ભારત વાસી
કોયલા રૂપે મળ્યા સુખરામ,દિગ્વિજય,અર્જુન,ને અશોક
બોફોર્સ,ટેલીકોમ,યુરીયા,આદર્શ ,દુરસંચાર કરાવે શોક રે …..પ્યારા ભારત વાસી
કેવા કોયલા પાકયા કલમાડી વિલાસ,થોમસ ને રાજા
લાજ શરમ કંઈ છે નહિ ને એ તો વગાડે એમનાં વાજાં રે…….પ્યા રા ભારત વાસી
નામ રામ ને કૃષ્ણ જપ્યા કરે છે ઝીણા મુશરફનું નામ
ત્યાં વડા પ્રધાન થવાત કરાંચીથી આવ્યા છો શું કામ રે…….પ્યારા ભારત વાસી
ભારત માતાને ગોળી કરી સત્તાનો મેરુ પર્વત જ ફરે
યુપીએ અને એનડીએના આખલાઓ પ્રજાનું નેતરું કરે રે……પ્યારા ભારત વાસી
સમાજવાદી,સામ્યવાદી,જનતાદલને રાહુ કેતુ કહેવાય
ડીએમકે, અન્ના,તેલગના,ફારુકની એ બધા ઝેરીલા થાય રે…..પ્યારા ભારત વાસી
સો કરોડે મંથન કર્યું તો મળ્યા પથરા બે ત્રણ હજાર
ભાડા ભથ્થાં માટે જીવે એ ઉદરડા પ્રજાને આપે ગાજર રે ….પ્યારા ભારત વાસી
પ્રભુ બોલાવી લ્યો બધા બળદોને નાખો નરકની માંય
ઘાંચીના ગાડે જોડી એમને સજા કરજો આપ તો ત્યાંય રે…..પ્યારા ભારત વાસી
સ્વપ્ન કેરી અરજ સ્વીકારજો ઓ દિનબંધુ દીનાનાથ
આ ભારત કેરી ભોળી પ્રજાનો તમે સાંભળજો અંતર નાદ રે….પ્યારા ભારત વાસી
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
News Published By

Editor.Charotar@Gmail.com