વડોદરા બિલ્ડીંગ ધરાશાયી મામલે વડોદરાના મકરપુરા
પોલીસ મથકે સરકારી તેમજ ખાનગી ઈજનેર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જેમાં કોન્ટ્રાક્ટર
અને બિલ્ડરો વિરુદ્ધ કલમ 304,308 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે જન્માષ્ટમીના દિને
વહેલી સવારે જ ગુજરાતના વડોદરા શહેર ગમગીની છવાઈ ગઈ હતી જ્યારે અગિયાર વર્ષ પહેલા
બનાવેલી બે બિલ્ડીંગો ધ્વસ્ત થઈ અને 40થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હતાં. જેમાંથી
પ્રારંભિત તબક્કે જ 9 જેટલા મૃતદેહો મળી આવ્યા હતાં. જન્માષ્ટમીના પરોઢે ચાર
વાગ્યે વડોદરાના અટલાદરા ગામની પાસે બનાવવામાં આવેલી મહાદેવનગર આવાસ યોજના હેઠળ 2002માં બનેલા બે અપાર્ટમેન્ટ ધરાશાયી થઈ ગયા હતાં. અને તુંરત જ સરકાર દ્રારા મૃતકના
પરિવારજનોને બબ્બે લાખ રૂપિયાની સહાય પણ જાહેર કરવામાં આવી છે.જોકે ત્યાર બાદ ગુજરાત સરકારના શહેરી
વિકાસ મંત્રાલય દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
એક નજર
મહાદેવનગર આવાસ યોજના અંતર્ગત ગુજરાત
સરકાર દ્વારા કુલ 458 ફ્લૅટ બનાવવામાં આવ્યા હતા. જેમાં જન્માષ્ટમીના દિને વહેલી
સવારે બ્લૉક નંબર 10 અને 11 ધરાશાયી થયા
હતા. આ દુર્ધટના બાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં
દહીહંડીના કાર્યક્રમ રદ કરી નાખવામાં આવ્યા હતા
રાકેશ પંચાલ
News Published By CNA TEAM,
For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com