મધ્યગુજરાતમાં
આવેલ ચરોતર પ્રદેશને ડોલરીયા પ્રદેશ તરીકે ઓળખાય છે. ચરોતરના ખેડા અને આણંદ
જિલ્લામાં મોટભાગના લોકો વિદેશોમાં સ્થાયી થયેલા છે. ડોલરમાં રૂપિયા કમાણી કરીને
પરિવારજનોને સુખી બનાવતો આ પ્રદેશ ડોલરની દશા અને દિશા પર નિર્ભર છે. જ્યારે ડોલર
મજબૂત બને છે ત્યારે ચરોતરના મૂડીબજારમાં ધમધમાટ જોવા મળે છે.
એક તરફ રૂપિયો જે રીતે સતત
નબળો પડી રહ્યો છે. ચાલુ વર્ષે 26મી જૂન રોજ રૂપિયો સાઈઠ રૂપિયાના આંકને વટાવીને ઘણો
નબળો પડી ગયો છે ત્યારથી ચરોતરના મૂડીબજારોમાં ધમધમાટ દેખાઈ રહ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલરમાં કમાણી કરી રહેલા લોકો વિદેશમાં પોતાના માલિકો તેમજ અન્ય લોકો પાસેથી ઉછીના ડોલર લઈને પણ જેટલા બને તેટલા વધારે પ્રમાણમાં ડોલર જમા કરીને પોતાના વતને મોકલી રહ્યાં છે. જ્યારે રૂપિયામાં કમાણી કરી રહેલો આમ આદમી ગમે તેમ કરીને પોતાના ખર્ચા બાકાત કરીને બચત કરવનાની કોશિશ કરી રહ્યો છે તેમ છતાં શક્ય બની રહી નથી. જ્યારે સરકારના નાકથી પાણી ઉપર જતું રહ્યું છે ત્યારે સરકાર ચિંતા વ્યક્ત કરી રહી છે. તે પહેલા તંત્ર નિષ્ક્રીય અવસ્થામાં જણાયું અને આમ આદમી તેનો ભોગ બન્યો છે.
અમેરિકાની મજબૂત થઈ રહેલી આર્થિક પરિસ્થિતિ રૂપિયાને
કેટલો નબળો કરશે તે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે, પરંતુ ગુજરાતનો ચરોતર પંથક આનંદમાં આવી ગયો છે. જેમ
જેમ ડોલર મજબૂત અને રૂપિયો વધારે નબળો પડી રહ્યો છે તેમ તેમ ડોલરીયા પ્રદેશ તરીકે
ઓળખાતો ચરોતર પંથક વધારે કમાણી કરી રહ્યો છે વર્તમાન સમયમાં
ડોલર રૂપિયાની સામે મજબૂત બની ગયો છે. જાણકારો આશા સેવી રહ્યાં છે ડોલરની સામે રૂપિયો
હજૂ વધારે નબળો બની શકે છે. જ્યારે ડોલરની સમે રૂપિયો 62 રઆંકને પણ વટાવી દીધો હતો ત્યારે ચરોતર પંથકમાં આશા સેવાઈ રહી હતી કે રૂપિયો 70 રૂપિયા સુધી નબળો પડશે અને મોટાભાગના જાણકારો આ આંકની રાહ જોઈને બેઠા છે. અને જે રીતે રૂપિયો ગગડી રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છેકે તેમનું તે ધારણા પણ જલ્દી સાચી સાબિત થશે.
ભુતકાળમાં જ્યારે ડોલરની સામે રૂપિયો 57ની સપાટીએ પહોંચ્યો હતો ત્યારે ચરોતરના
નડિયાદ અને આણંદ શહેરમાં મૂડીબજાર ધમધમાટ બની જવા પામ્યા હતા. અને હજૂ રૂપિયો નબળો
પડશે તો વધારે ધમધમાટ જોવા મળશે તેવી આશા જાણકારો સેવી રહ્યાં છે. ચરોતરના મુખ્ય
શહેર નડિયાદ અને આણંદમાં આવેલ મની ચેન્જર, મની ટ્રાન્સફરની
ઓફિસો અને બેન્કોમાં લોકોની અવર-જવર વધી જવા પામી છે.
ચરોતરમાં ડોલરને રૂપિયામાં ટ્રાન્સફર કરવા
માટે લોકો નવેમ્બર અને ડિસેમ્બર મહિનો વધુ પસંદ કરે છે. પરંતુ આ વર્ષે મે-જૂન
મહિનામાં ડોલરની સામે રૂપિયો વધારે પડતો નબળો પડી જતાં મે મહિનાથી જ ડોલરની
મજબૂતાઈનો લાભ લેવામાં આવી રહ્યો છે. જોકે વિદેશમાંથી આવી રહેલા રૂપિયા પ્રોપર્ટીમાં જઈ રહ્યાં છે કે પછી બેંકોની થાપણો તે બાબતે હજૂ સ્પષ્ટ્ર વલણ જોવા મળ્યું નથી.
વર્ષ 2011માં ઓગસ્ટની
ડોલરનો ભાવ 46 રૂપિયાથી વધવાનો શરૂ થયો હતો અને ત્રણ
મહિનામાં 52ની સપાટીએ પહોંચ્યો હતો. તે વખતે માત્ર
ત્રણ મહિના જેટલા સમયગાળામાં ચરોતરવાસીને 19 ટકા જેટલો નફો મેળ્યો હતો. તે વર્ષે જે ધમધમાટ જોવા મળ્યો હતો. તેના કરતા પણ અનેક ઘણો ધમધમાટ છેલ્લા બે મહિનાથી ચરોતરના મૂડીબજારમાં જોવા મળી રહ્યો છે.
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com