ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સીડી, ભોપાલ, બાપુ અને વિવાદ

જોધુપર યૌનશોષણ મામલે ફસાયેલા આસારામ બાપુ સુરતથી મુંબઈ રવાના થયાં છે તેવા સમાચાર વહેતા થયાં પરંતુ બાપુ ભોપાલમાં દેખાયા જ્યાં તેમણે મીડિયાના સવાલોના જવાબ આપ્યાં હતા. જેમાં વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું  તો બીજી તરફ સુરતના સમર્થકો તરફથી વિવાદીત સીડી વહેતી કરવામાં આવી છે જેમાં બાપુએ મોદીને મોદીમલ તરીકે ગણાવ્યાં છે.


જોધપુર યૌનશોષણ મામલે ચર્ચામાં છવાયેલા આસારામ બાપુ દર વર્ષે જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે મટકીફોડ કાર્યક્રમ કરે છે. જેમાં હજારો લોકોની હાજરી જોવા મળે છે. તે પ્રકારે આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે 29મી ઓગષ્ટના રોજ સુરત ખાતે મટકીફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ત્રીસમી ઓગષ્ટ સુધી આસારામ બાપુને જોધપુર પોલીસ સમક્ષ હાજર થવાનું છે. જોધપુર યૌનશોષણ મામલે ફસાયેલા આસારામ બાપુએ પોલીસને સહયોગ આપવાની ખાત્રી આપી છે. પરંતુ જેમ જેમ સમન્સની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બાપુ દૂર દૂર થઈ રહ્યાં છે. હવે  લોકોની નજર તે બાબતે છેકે  બાપુ સમન્સનું પાલન કરશે કે પછી અન્ય બહાનાબાજી કરીને પોતાનો બચાવ કરશે. રાજસ્થાન પોલીસ આજે જણાવ્યું છે કે  આસારામને વધુ સમય આપવામાં નહીં આવે. આસારામના ઈન્દોર ખાતે આવેલ આશ્રમમાં મગંળવારે નોટિસ આપીને 30 ઓગષ્ટ પહેલા તેમને જોધપુર પોલીસ સામે પુછતાછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. નોંધનીય છેકે આસારામે વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું કારણ જણાવીને 20 સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. આસારામે એક પત્ર મોકલીને પૂછતાછ માટેનો સમય વધારવાની માંગ કરી હતી, પરંતુ મળતી માહિતી મુજબ પોલીસે આ માંગને ફગાવી દેવાનો નિર્ણય કર્યો છે. 

જે પ્રકારે આજે બાપુ સુરત ખાતે પોતાના મટકીફોડ કાર્યક્રમ છોડીને અચાનક મુંબઈ તરફ રવાના થઈ ગયા છે જે અનેક બાબતોએ શંકાઓ સેવાઈ રહી છે. જોકે બાપુ કહેતા રહે છેકે દિવસ દરમ્યાન તેઓ ઘણા વ્યસ્ત રહે છે.


જોકે મીડિયામાં ચર્ચાઈ રહ્યું હતું કે બાપુ સુરતનો મટકીફોડ કાર્યક્રમ છોડીને મુંબઈ રવાના થયા છે. પરંતુ ભોપાલના કાર્યક્રમમાં દેખાયાં હતા. જ્યાં આસારામ બાપએ નામ લીધા વગર કહ્યું હતું કે  મેડમ અને તેમનો પુત્રને ઈશારે ષડયંત્ર થઈ રહ્યું છે. ષડયંત્ર રચી રહ્યાં છે. મીડિયાના સવાલનો જવાબ આપતાં કહ્યું કે હું જેલ જવા તૈયાર છું. હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છું

સુરત સીડી વિવાદ

સુરત આશ્રમથી એક સીડી જાહેર કરવામાં આવી છે. જેમાં મોદીને મલ ગણાવ્યાં છે. જેમાં આસારામે  કહ્યું છેકે મોદીને નમો તમે કહો હું તો મલ કહું છે. સમર્થકો દ્રારા જાહેર કરવામાં આવેલી આ સીડીથી વાતાવરણ વધારે તંગ બની શકે છે. નોંધનીય છેકે જાતીય શોષણ મામલે ફસાયેલા આસારામનાં સમર્થનમાં નિવેદન આપનારા ભાજપનાં નેતાઓ તથા પ્રવક્તાઓને ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતીનાં પ્રમુખ નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યો હતો  કે તેઓ આસારામનો બચાવ ન કરે, તેનાથી પાર્ટીની છબી ખરડાશે. સૂત્રોનાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રી મોદીએ આ મામલે ભાજપનાં અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી અને તેમને એ નિશ્ચિત કરવા કહ્યુ કે પાર્ટી  પ્રવક્તા અને નેતાઓ આસારામનો બચાવ ન કરે, જે કારણોસર આસારામ અને તેમના સમર્થકોનો ગુસ્સો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ સ્વરૂપે પ્રગટ થયો હોય.

રાકેશ પંચાલ
News Published By   CNA TEAM,  
For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |