વિશ્વના અનેક દેશોમાંથી માત્ર ભારત એક એવો દેશ છે જ્યાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. તેમાં રક્ષાબંધન એક એવો તહેવાર છે જેમાં સ્ત્રીનું સવિશેષ મહત્વ રહેલું છે. આ ઉપરાંત ભગિની પ્રેમ-બંધનની અનોખી શીખ આપી જાય છે. દેશમાં અલગ અલગ નામે ઓળખાતો આ તહેવાર છે પરંતુ તેનો હેતું એક જ છે.
સમગ્ર દેશમાં
ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનો પર્વ રક્ષાબંધન બે દિવસ ઉજવાઈ રહ્યો છે. 20મી ઓગષ્ટે
સવારે 8 : 22 મિનિટે પૂનમ તિથિનો આરંભ થશે અને રાત્રિના 8 : 49 મિનિટ સુધી ભદ્રકાળ રહેવાનો છે. જે કારણોસર શાસ્ત્રીય પંડિતો જણાવી
રહ્યાં છેકે રક્ષાબંધન 21મી ઓગષ્ટના રોજ સવારે 7 : 15 સુધી ઉજવવો શુભ રહેશે. ભારતીય
સંસ્કૃતિમાં રક્ષાબંધન જ એક એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ રહેલું
છે. સમગ્ર દેશમાં
ઉજવાતા ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારની ઉજવણી કરવાની રીત અને નામ અલગ છે. જેમકે ઉતર
ભારતમાં કંજરી-પૂર્ણિમા અને પશ્ચિમ ભારતમાં નારિયેળ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે
છે.
ધાર્મિક દ્રષ્ટ્રિએ રક્ષાબંધન તહેવારની વાત કરીએ તો, આ પર્વની ઉત્પત્તિ અંગે એક પૌરાણિક કથા પ્રચલિત છે. આ કથા મુજબ
દાનવીર પણ ગર્વિષ્ઠ બલિરાજા વામન સ્વરૂપ
ધારણ કરીને એક આયોજિત યજ્ઞમાં હાજર થયા
હતા.એ પ્રસંગે ભગવાન વિષ્ણુએ દક્ષિણામાં ત્રણ ડગલાં પૃથ્વી આપવા કહ્યું
હતું. તે પ્રમાણે પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી,દ્વિતીય પગલે
સ્વર્ગ અને ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો હતો .ભગવાન
વિષ્ણુના આ કપટથી દુઃખી થયેલાં વિષ્ણુ પત્ની લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય એ
માટે એમના હાથે રાખડી બાંધી હતી.ત્યારથી આ પ્રસંગની યાદમાં ‘બળેવ’નો તહેવાર ઉજવાય છે.‘બલિ’ પરથી ‘બળેવ’ શબ્દ પ્રચલિત બન્યો હોય એમ કહેવાય છે
બીજી રીતે જોઈએ
તો, એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર
વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને
શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો
નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં.
ઈતિહાસની
દ્રષ્ટ્રિએ જોઈએ તો, જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું
હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું
હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત રક્ષાબંધન તહેવારની ઉજવણી કેવી રીતે
શરૂ થઈ તે માટે મોટા ભાગના લોકો હુમાય અને રાણી કર્માવતીની વાત કરે છે. જેમાં જ્યારે
ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી
હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં
પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે.
આધુનિકરણની પાછળ
ઘેલી બનેલી પ્રજાએ ન ભુલવું જોઈએ તો રક્ષાબંધન
પર્વ મહાન સંદેશ આપી જાય છે. રક્ષાબંધન એટલે
ભગિની પ્રેમ-બંધન. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં પરિવર્તન
આવી જાય અને ભાઈ બહેનના રક્ષણની જવાબદારી સ્વીકારીને
નિર્ભયપણે રક્ષા કરવાની જવાબદારીનો
સ્વીકાર કરી લે છે.
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com