દિલ્હી ખાતે રાયસીના રોડ પર શરૂ થયેલ નેશનલ મીડિયા સેન્ટર મીડિયા અત્યાધુનિક છે. ટોક્યો અને વોશ્ગિંટનમાં આવેલા અત્યાધુનિક મીડિયા સેન્ટર જેવી જ સુવિધાવાળું નેશનલ મીડિયા સેન્ટર મીડિયાજગતને મળ્યું છે. જે મીલનો પત્થર સાબિત થશે.
દિલ્હી ખાતે આજે શનિવારે 24મી ઓગષ્ટના રોજ
પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા અને યુપીએ ચેયરપર્સન સોનિયા ગાંધીએ સેન્ટર ફોર મીડિયા
સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. આ મીડિયા સેન્ટર 195 એકર જેટલો વિસ્તાર ધરાવે છે. આ મીડિયા સેન્ટરમાં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની ઓફિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ દિલ્લીના રાયસીના રોડ પર બનાવમાં આવ્યું છે. જ્યાં દેશની અન્ય કેટલીય મહત્વપૂર્ણ ઈમારતો આવેલી છે. આ મીડિયા સેન્ટરના પ્રેસ કોન્ફરન્સ હોલમાં 283 જેટલા મીડિયાકર્મી બેસી શકે તેવી ક્ષમતા છે. આ ઉપરાંત 60 લોકો બેસી શકે તેટલી ક્ષમતાવાળો બ્રિફીંગ રૂમ છે. આ મીડિયા સેન્ટરમાં 24 વર્ક સ્ટેશન, એક પુસ્તકાલય, મીડિયા લોંજ અને કેફેટેરીયા છે.
જેમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મીડિયા
દેશનો અરીસો છે. અને સેન્ટર મીડિયા મીલનો પત્થર સાબિત થશે. મીડિયએ લોકતંત્રને
મજબૂત કર્યું છે. આર્થિક સુધારોમાં મીડિયા મજબૂત થયું છે. મીડિયા પોતાની
વિશ્વસનીયતા જાળવી રાખે તે જરૂરી છે.
જ્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ
જણાવ્યું હતું કે આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ નેશનલ મીડિયા સેન્ટર છે. આ
સેન્ટરની દેશને જરૂરત હતી. આ સેન્ટરનો ઉપયોગ કરીને મીડિયા વધારે મજબૂત થશે. સશક્ત
મીડિયા દેશની જરૂરીયાત છે.
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com