ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ઉપરવાસના પાણીની અસર...

મધ્યપ્રદેશમાં છેલ્લા પાંચ દિવસ અવિરત વરસાદ પડી રહ્યો છે.મધ્યપ્રદેશના બૈતુલમાં સ્થિતિ ખરાબ છે. રેલ્વે વ્યવહાર પણ ખોરવાયો છે. જેની અસરથી ગુજરાતમાં પણ ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યાં છે. ઉપરવાસના પાણીની અસર ભરૂચ અને સુરતમાં વ્યાપક પ્રમાણમાં જોવાઈ રહી છે. રવિવારે સવારે પાંચ વાગ્યે પુરના પગલે નર્મદા ગોલ્ડન બ્રિજ બંધ કરવાની સ્થિતિ પેદા થઈ છે.

આજે  સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કોઝ વે ચાર ફૂટ ઓવર ફ્લો થઈ ગયા છે.મધ્યપ્રદેશમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે નર્મદા અને તાપીમાં પૂર આવ્યું છે. નર્મદામાં ઠાલવતી વિપુલ જળરાશીને કારણે કેવડીયા ખાતે નર્મદાનું જળસ્તર રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યું છે જે એક નવો કીર્તિમાન છે.  જેને પગલે ચાણોદ, કરનાળી, ભરૂચ અને અંકલેશ્વરના અનેક ગામોમાં પાણી ભરાયા છે. જોકે બીજી તરફ ઘુઘવતી નર્મદાને નિહાળવા હજારો સહેલાણીઓ ઉમટી પડ્યા છે.


ઉપરવાસના ડેમમાંથી પાણીની ભારે આવક થવા પામી છે.દર કલાકે 12 સે.મીનો વધારો થાય છે. નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભરૂચ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે. ગોલ્ડન બ્રિજની સપાટી ભયજનક સપાટીને પણ વટાવી લીધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ઓવરફલો થતા પાણીનાં વિપુલ પ્રવાહને કારણે ભરૂચ અને નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારોમાં પુરનાં પાણી ફરી વળતા ભરૂચ શહેર અને જિલ્લામાં ભારે અસર થઈ છે. જેમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો. શુક્રવારે નર્મદા નદીની સપાટી ૩૦.પ૦ ફૂટને વટાવી જતા પૂરનાં પાણી ભરૂચ શહેર, જિલ્લા અને નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યાં હતા.નર્મદા નદીમાં ધસમસતા પાણીને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ દોડતા થઇ ગયા હતા. ભરૂચ શહેર ઉપરાંત કાંઠા વિસ્તારોમાં નર્મદા નદીનાં પાણી ઘૂસી ગયા છે .ઉપરાંત શહેરનાં નીચાણવાળા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી  ગયા છે. ઉપરવાસના ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયા બાદ પરિસ્થિતિમાં સુધાર આવશે તેમ જણાઈ રહ્યું છે. પંચમહાલ પાનમ ડેમના ગેટ આજે ખોલવામાં આવ્યાં છે. ત્રણ ગેટ ફૂટ સુધી ખોલાય છે. આ ઉપરાંત યાત્રાધામ ચાણોદમાં પણ પાણી ફરી વળ્યાં છે. કરનાળી ગામ પાણી પાણી થઈ જવા પામ્યું છે. ભરૂચમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે પણ ભરાયેલા પાણીને કારણે ભારે તકલીફ પડી રહી છે. ઉકાઈ  ડેમમાં પાણીની આવક ભારે થઈ રહી છે. જેથી 16 દરવાજા અત્યારસુધીમાં ખોલી દેવામાં આવ્યાં છે. મેઘરાજાએ સુરતમાં જોરદાર એન્ટ્રી કરી છે. શુક્રવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જનજીવનને વ્યાપક અસર થઈ રહી છે. અમદવાદમાં વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. બેરેજના ચાર દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. જેથી નદીકાંઠાના તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

 રાકેશ પંચાલ
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |