ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાયું

હિન્દુ સંસ્કૃતિમાં સવિશેષ મહત્વ ધરાવતી 84 કોસી પરિક્રમા વિવાદનો વિષય બની જવા પામે છે. એક તરફ વીહિપ આ યાત્રાને લઈને મક્કમ છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર આ યાત્રાને રોકવા માટે કમરકસી કરી છે. જોકે હવે રાજનીતિનો રંગ લાગી ચુક્યો છે અને કોઈ પણ પીછેહઠ કરવા તૈયાર નથી.


વિશ્વ હિન્દુ પરિષદ (વીહિપ)ની 84 કોસી પરિક્રમાને રોકવા માટે અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.  ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાની ત્રણ સો કિલોમીટરની પરિક્રમા યાત્રા પર રોક લગાવી છે. જેની સામે વીહીપ આ પરિક્રમા માટે મક્કમ છે. તેવી પરિસ્થિતિમાં ટકરાવી સ્થિતિ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે અગમચેતીના પગલારૂપે સિત્તેર જેટલા વીહિપ કાર્યકર્તાઓ સામે ધકપકડ વોરન્ટ કાઢ્યાં છે. જેમાં અશોક સિંઘલ અને પ્રવિણ તોગડીયા વીહિપ નેતાઓના નામોનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશ સરકારે યાત્રાના રસ્તામાં આવનારા છ જીલ્લામાં પહેલાથી જ ધારા 144 લાગૂ કરવામાં આવી છે, જેથી ભીડ જમા ન થઈ શકે. જેની માટે  અલગથી 1500 પોલીસ અને અર્ધસૈનિક બળ મંગાવ્યા છે. આ  ઉપરાંત જિલ્લા સ્તરે 6000 પોલીસના જવાનો અને ઓફિસરો ગોઠવી દીધા છે .

ઉત્તર પ્રદેશ સરકારનો વિરોધ કેમ ?
ઉલ્લેકનીય છેકે  વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે રામ મંદિર બાંધકામની માગણી પર દબાણ લાવવા માટે અયોધ્યાથી 84 કોસી પરિક્રમા યાત્રા શરૂ કરવાની પરવાનગી માંગી હતી આ બાબતની પરવાનગી આપવાનો ઉત્તર પ્રદેશ સરકારે ઈનકાર કરી દીધો હતો. જે માટે સરકાર દ્વારા જણાવાયું હતું કે નવી પરંપરા શરૂ કરવાની પરવાનગી કોઈ પણ રીતે આપશે નહીં, કારણ કે તેનાથી અયોધ્યા વિસ્તારમાં શાંતિનો ભંગ થવાનું જોખમ છે.  પરંપરા મુજબ 84 કોસી પરિક્રમા માર્ચમાં જ કાઢવામાં આવે છે. હવે આ વર્ષે  ઓગસ્ટમાં નીકળે તો નવી પરંપરા શરૂ થાય. તેનાથી અયોધ્યા તથા તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ ભંગ થઈ શકે છે. જોકે વીહિપે આ બાબતે હાઈકોર્ટના શરણે ગઈ હતી અને રોકને હટાવાની માંગણી કરી હતી. પરંતુ આજે અલ્હાબાદ હાઈકોર્ટે  ઉત્તરપ્રદેશના સરકારના નિર્ણયને  યોગ્ય ઠેરવ્યો છે.
રાકેશ પંચાલ
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |