ચરોતર પંથકમાં એક પછી એક છાશવારે અકસ્માતો
થઈ રહ્યાં છે. જેનો ભોગ અકારણ સામાન્ય માણસ બની જાય છે. નડિયાદ અને આણંદ શહેરમાં હજારો લોકો કામકાજ
અર્થે આસપાસના ગાંમડાઓથી લોકો દરરોજ આવતા હોય છે. પરંતુ આ મુખ્ય શહેરોથી જોડતી બસો
અપુરતી છે જેથી લોકોને પેસેન્જર ઓટોનો સહારો લેવો પડે છે.
પંથકવાસીઓ માટે આનંદના સમાચાર છે. મળતી માહિતી મુજબ નડિયાદથી સીટી સેવા મોટા પાયે શરૂ થઈ રહી છે .જે અનેક લોકોને રાહત આપશે.નડિયાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોની સુવિધા માટે સીટી બસની સેવાની માગણી નડિયાદ શહેરમાં થઈ રહી હતી .જેથી નડિયાદ શહેરના અમુક વિસ્તારો અને ગાંમડાઓ સુધી સીટી બસો દોડતી થઈ હતી. જોકે નડિયાદ શહેરમાં આસપાસના ગામોથી હજારો લોકો આવતા હોય છે. અને અપુરતી એસ.ટી બસોના કારણે લોકો સવારે અને રાત્રે પેસેન્જર ઓટોનો સહારે અપ-ડાઉન કરતા હતાં .જેથી વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને નગર પ્રમુખ છાયાબેન પટેલ દ્રારા પ્રજાની સુખાકારી માટે નાણાં, વાહન વ્યવહાર અને આરોગ્ય મંત્રી નિત્તીનભાઈ પટેલને રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતના સંદર્ભે મંત્રીએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે નડિયાદથી આસપાસના ગામોમાં આવતા તથા શહેરના પ્રજાજનોને 15થી વધુ સીટીબસોનો લાભ 30 હજારથી વધુ વ્યક્તિઓ મળશે. નડિયાદ રેલ્વે સ્ટેશનનથી જુદા જુદા આઠ રૂટોને મંજુર કરી દેવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં બસો દોડતી થઈ જશે. આ ઉપરાંત નવા રૂટો પર વિચારણા થઈ રહી છે. જેને સત્વરે શરૂ કરી દેવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છેકે ગણતરીના દિવસો પહેલાં જ મહેમદાવાદ તાલુકાના
અંધેજ પાટીયા ગામ પાસે પિયાગો ઓટોનો અકસ્માત વહેલી સવારે થયો હતો. જેમાં મિસ્ત્રી
કામ કરનારા તેર લોકો પલભરમાં મોટને
ભેટ્યાં હતા. એક જ ગામના તેર લોકોના મોતની ઘટનાએ પંથકવાસીઓમાં શોકલની લાગણી પ્રસરી
જવા પામી હતી. જોકે ત્યાર બાદ પણ તંત્રનું કોઈ કડક વલણ જોવા મળ્યું ન હતું.
પંથકમાં પેસેન્જર ઓટોનું રાજ વગર કોઈ રોક ટોક ચાલી રહ્યું છે. નડિયાદ મીલ રોડથી
ખાત્રજ ચોકડી સુધઈ હજૂ પણ પેસેન્જર ઓટો ચાલી રહ્યાં છે. જેથી પંથકની પ્રજા તંત્રથી
નારાજ હોય તેવી પરિસ્થિતિ બાકરોલ ખાતે સર્જાઈ હતી. બાકરોલમાં ગત રોજ શુક્રવારની સાજે પાંચ વાગ્યે બે વીટકોસ
બસોમાં તોડફોડ કરી હતી. નડિયાદ, વડતાલ અને વિધાનગરને જોડતા આ વિસ્તારમાં બસ, કાર
અને ઓટોનો ત્રિપલ અકસ્માત થવા પામ્યો હતો. જેમાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જેથી છાશવારે થઈ રહેલા અકસ્માતથી કંટાળેલી પ્રજાએ બે વીટકોસ બસોમાં તોડફોડ શરૂ કરી
દીધી હતી. તેવ પરિસ્થિતિમાં નડિયાદ શહરેથી આસાપસાના ગામોમાં સીટી બસની સુવિધા અનેક
લોકોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવશે તેવી આશા સેવાઈ રહી છે.
ફોટો- સુભાન શેખ
News Published By

Editor.Charotar@Gmail.com