મહાભારત કાળથી
મહત્વ ધરાવતું ભગવાન શ્રીકૃષ્ણનું ડાકોર ધામ ચાર ધામોનું મહત્વનું એક ધામ છે.
ડાકોરમાં વસેલા રણછોડરાયજીના દર્શનાર્થે દેશના ખુણે ખુણેથી હજારોની સંખ્યામાં વાર
તહેવારે આવતા હોય છે.
ગુજરાતના અન્ય તીર્થધામોની જેમ ડાકોર મંદિરના પરિસર તેમજ
આજુબાજુ વિકાસના કામો થયા હશે પરંતુ ડાકોરવાસીઓની સ્થિતિ દયાજનક છે. ડાકોરવાસીઓ
માટે ગાંધીબાગ બન્યો છે પરંતુ બંધ અવસ્થામાં છે. અમુક ફળિયામાં સરકારી ચકલીઓ છે
પરંતુ પીવી કે નાહવા કે કપડાં ધોવા પાણી નથી. સ્થાનીય સુવિધાઓને પડી રહેલી
અસુવિધાઓની અસર ગૌમતી નદીની થઈ રહી છે તેમા વળી ગૌમતી નદીમાં છૂટા હાથે ગુલાબ,
વાળ તેમજ પ્લાસ્ટીકની થેલીઓ પધરાવામાં આવે છે.
ડાકોરમાં વિકાસના કામોની શરૂઆત થઈ છે પરંતુ તે પૂર્ણ થયા હોય અને લોકઉપયોગી બન્યા
હોય તેવા સફળ કિસ્સા આંખે દેખાતા નથી.
ડાકોરને ત્રણ
નજરે જોવામાં આવે છે. એક રણછોડરાયજીના મંદિર તરીકે, બીજું ગૌમતી તળાવનું ધાર્મિક મહત્વ અને ત્રીજુ વેપાર રોજગાર માટે
વસેલા સ્થાનીય લોકો. વર્મતાન સમયમાં ડાકોર નગરનો વપરાશ આર્થિક, સામાજીક અને ધાર્મિક ત્રણેય પ્રકારે થઈ રહ્યો છે. ડાકોરના મુખ્ય
પ્રશ્નોમાં એક પ્રશ્ન ગૌમતી તળાવ અને સ્થાનીય નાગરિકો માટે ટ્રાફિક અને પાણી છે.
ગૌમતી તળાવના શુદ્ધિકરણ માટે અનેક સમિતિઓ બની પરંતુ સ્વચ્છતા દેખાઈ રહી નથી. ગૌમતી
તળાવની ચાર બાજુ ગંદકી છે તે બાબતે જણાવતાં ડાકોરના જાગૃત નગરજનો જણાવે છેકે
વરસાદમાં ગૌમતી તળાવ ઓવરફ્લો થાય છે તે દરમ્યાન કચરો ચારેય દિશમાં ફેલાય જાય છે.
એનઆરઆઈ દ્રારા દાનમાં મળેલા રૂપિયાથી ચાર મહિના અગાઉ ગૌમતીનું શુદ્ધિકરણ તળાવના એક
જ ભાગમાં થયું જ્યારે બાકીનો ગૌમતી તળાવનો વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત
છે. ગૌમતી શુદ્ધિકરણ અંતર્ગત અનેક સરકારી ગ્રાન્ટ આવે છે પરંતુ તેનો વપરાશ થતો હોય
તેમ જણાઈ રહ્યું નથી.
ગાંધીબાગની રખેવાળી કરી ચુકેલા સુનીલભાઈ તેમજ
અન્ય નાગરિકોના મતે ડાકોરમાં શુદ્ધ પીવાના પાણી માટે પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો.
જે પણ પૂર્ણ થયો નથી. કરોડોના ખર્ચે બનેલો આરો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની
ગયો છે. ઉપરાંત વર્ષ 2010માં ગાંધીબાગ બનાવામાં આવ્યો હતો જે વર્તમાન સમયમાં બંધ
અવસ્થામાં છે. વર્ષ 2010માં ગાંધીબાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે
તેમાં પ્રવેશદ્રારે ફુંવારો તેમજ સારા પ્રમાણમાં વિવિધ પ્રકારના છોડ અને ઝાડ હતાં
પરંતુ વર્તમાન સમયમાં છેલ્લા દોઢ વર્ષથી બાગને તાળા વાગી ગયા છે. લોકોને કુદીને
બાગમાં પ્રવેશ કરવો પડે છે.