ખેડા જિલ્લાના
નડિયાદ તાલુકામાં પીજ ગામાં હજારો વર્ષો જૂનું કપીલેશ્વર મહાદેવનું મંદિર આવેલ
છે.આ મંદિરનું મહત્વ અનેરૂ છે. આ મંદિરમાં બીરાજેલા કપીલેશ્વર મહાદેવ ચર્મરોગથી
છૂટકારો આપે છે તેવી માન્યતા છે.
કપીલેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા સરોવરમાં
સ્નાન કરવાથી ચર્મરોગમાંથી છૂટકારો મળે છે. ભારતભરમાંથી જે અહીં લોકો સ્નાન કરવા
માટે આવે છે. દર વર્ષે શિવરાત્રીના એક દિન અગાઉ અહીં વ્યતિપાતનો દિવસ રાખવામાં આવે છે. આ દિવસે
ધાર્મિક ભક્તો દ્રારા દૂધથી પૂજા કરવામાં આવે છે. આ દૂધને એકત્ર કર્યા બાદ
ચર્મરોગથી પીડિત વ્યક્તિને સ્નાન કરવા માટે આપી દેવામાં આવે છે અને આ પ્રસાદીરૂપે
મળેલા દૂધથી સ્નાન કર્યા બાદ સરોવરના પાણીથી સ્નાન કરવાથી ચર્મરોગ ઓછો થતો જાય છે.
આ કપીલેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના સંવત
313માં થઈ હતી.આ સ્થાન હેડંબા વન તરીકે પ્રચલિત હતું. અહીં કપિલ મુનિનો આશ્રમ
હતો.તે વખતે નાનું તળાવ હતુ. ઘોળકાના રાજા ઘંધુપાલને કોઢ થયાં હતાં રાજના કોઢ
નાનકડાં સરોવરમાં સ્નાન કરવાથી મટી ગયાં હતાં. જેથી ત્યારથી આ મહાદેવ
ચર્મરોગ હર્તા કપીલેશ્વર મહાદેવ તરીકે જગવિખ્યાત છે. ખીલજી વંશના સુલ્તાન
અલ્લાઉદ્દીન ખીલજીએ આ શિવાલયની મૂર્તિઓને બહારથી ખંડિત કરી હતી. તે વખતે બચી ગયેલી
મૂર્તિઓ આજ દિન સુધી મંદિરમાં રાખેલી છે. બાકીની મૂર્તિઓ મંદિરના બહારની દિવાલોમાં
આરસનું કામ કરવાથી ઢંકાઈ ગઈ છે.