મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસ દરમ્યાન એક અલ્લાહની બંદગીમાં તરબતર જોવા મળે છે. રમઝાન માસની અનેકાનેક
વિશેષતાઓ રહેલી છે જેમાંની એક વિશેષતા શબે કદ્ર છે. રમઝાન માસની આ રાત્રિનું અનેરૂં મહત્વ છે.
શબે કદ્રની
ભવ્યતા અને ફઝીલતોને વર્ણવતી ઘણી હદીસો નકલ થઇ છે. આ એટલા માટે કે આ રાત્રે આખુ
કુરઆન લૌહે મહેફૂઝ્માંથી નાઝીલ થયું. વળી આ રાત્રે આવનારા વર્ષ માટે માણસની તકદીર
નિશ્ચિત થાય છે, દુઆઓ કબુલ થાય છે અને ગુનાહ માફ થાય
છે. અલ્લાહના હુકમથી ફરિશ્તાઓ ઝમીન પર
નાઝીલ થાય છે, જેવુકે કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે.
لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ
شَهْرٍ ﴿٣﴾ تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن
كُلِّ أَمْرٍ
“તેમાં ફરિશ્તાઓ
અને રૂહ નાઝીલ થાય છે, અલ્લાહની પરવાનગીથી દરેક બાબતોની સાથે આ રાતમાં ઈબાદત કરવી ૧૦૦૦ મહિનાની ઇબાદતથી
બહેતર છે. ઈમામ સાદિક અ.સ. ફરમાવે છે,કુરઆન થકી એ
સ્પષ્ટ થાય છે કે વરસના `૧૨ મહિના છે,(માહે) રમઝાન તે મહિનાઓનો સરદાર છે. જયારે કે શબે કદ્ર (માહે)
રમઝાનનું દિલ છે.’[2]
ઈસ્લામ ધર્મના
પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફનું અવતરણ આ રાત્રિએ પૂર્ણ થયું હતું. અન્ય રાત્રિની
તુલનામાં આ રાત્રિએ ઈબાદતનો સવાબ પણ વધુ મળે છે. શબે-કદ્રની રાત્રિએ રાતભર વિશેષ
નફીલ નમાઝ અને કુરાન શરીફના પઠનથી અલ્લાહની બંદગી માટે મસ્જીદો નામાંઝીઓથી ભરપુર
જોવા મળે છે. (ઈલ્યાસખાન પઠાણ, પત્રકાર, વાંકાનેર)