સરકારી યોજનાઓ એક સામાન્ય નોકરીયાતવર્ગના જીવનમાં કેટલો
મહત્વનો ભાગ ભજવી શકે તેનું ઉદાહરણ ચરોતરના આણંદ શહેરમાં જોવા મળ્યું છે.
આણંદ
તાલુકાના વઘાસી ગામના બે યુવાનો ત્રણ વર્ષ પહેલા એક મોબાઈલ શોપમાં નોકરી કરતા હતા,
પરંતુ તેમના સપનાંને સાકાર કરવા માટે
સરકારી યોજનાનો સહારો સમયસર મળી જતાં આજે આ યુવાનો 14 વ્યક્તિઓને રોજગારી પુરી
પાડે છે.
ત્રણ વર્ષ પહેલા મોબાઈલની દુકાનમાં નોકરી
કરી રહેલા આણંદ તાલુકામાં વઘાસી ગામના ભરતભાઈ પટેલ અને સાગરભાઈ પટેલના નામનાં
યુવાનોને રાજ્ય સરકારની બાજપાઈ બેંકેબલ યોજના મારફતે ધંધો કરવા માટે રૂપિયા 3.05
લાખની મળી હતી. આ બંન્ને યુવાનો જ્યારે મોબાઈલની દુકાનમાં નોકરી કરતા હતાં ત્યારે
તેઓને પોતાનો મોબાઈલ શો રૂમ ખોલવાનો વિચાર
આવ્યો હતો, પરંતુ તે માટે જરૂરી નાણાંનો અભાવ તેમના સપનાં માટે નડતરરૂપ બની રહ્યાં
હતા.
આ બન્ને યુવાનોને જ્યારે ખબર પડી કે
જિલ્લા ઉધોગ કેન્દ્રમાંથી વ્યવસાય-રોજગાર માટે લોન મળે છે. ત્યારે તેમણે જિલ્લા
ઉધોગ કેન્દ્રનો સંપર્ક કરીને બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન સહાયનું ફોર્મ
મેળવી જરૂરી કાગળો રજૂ કર્યા. લોન સહાય માટે કરેલી કાર્યવાહી રંગ લાવી અને જિલ્લા
ઉધોગ કેન્દ્ર દ્રારા બેંકમાં લોન મજૂરી અર્થે મોકલી આપવામાં આવી. અને તે વખતે તેમને
બેંક ઓફ બરોડા અને અલ્હાબાદ બેંકમાંથી ત્રણ વર્ષ અગાઉ રૂપિયા 3.05 લાખની લોન મળી
હતી.
આ મળેલી લોનની રકમથી આ બન્ને યુવાનોએ
પોતાનો સ્વતંત્ર શો રૂમ ચાલુ કર્યો હતો અને ત્યારબાદ ધીરે ધીરે વધારો કરતા ગયા અને આજે
તેમની મોબાઈલ શોપમાં અન્ય 14 વ્યક્તિઓ
પોતાની રોજગારી મેળવી રહ્યાં છે. જે બે ત્રણ વર્ષ પહેલા મોબાઈલની દુકાનમાં નજીવા પગારે નોકરી કરી રહ્યાં હતાં તે વર્તમાન સમયમાં અન્ય લોકોને નોકરી આપવાને લાયક બન્યા છે.
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com