ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આણંદ ખાતે મુખ્યમંત્રીની ભેટસોગાદોની હરાજી

મુખ્યમંત્રી નરૈન્દ્ર મોદીને રાજ્યભરમાં પોતાના પ્રવાસ દરમ્યાન અનેક ચીજ-વસ્તુઓ ભેટ સ્વરૂપે મળતી હોય છે. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા રહ્યા છે

આ જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધિ દ્વારા કન્‍યાઓના શિક્ષણ માટે તે વાપરવામાં આવે છે. આણંદ ખાતે આજથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદો જાહેરમાં હરાજી તેમજ પ્રદર્શન માટે ખૂલ્લી મુકવામાં આવી છે. બે દિવસ માટે ખુલ્લી મુકાયેલ ભેટ સોગાદોને નાગિરકો સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ કલાક સુધી જોઈ શકશે.


આણંદ શહેરમાં ભાલેજ રોડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળ બા હોલ ખાતે આજે પાંચમી અને છઠ્ઠી ઓગષ્ટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટસોગાદોને પ્રદર્શન સહિત હરાજી માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ પ્રદર્શન સહ વેચાણ જોવા માટે કોઈ પ્રવેશપત્ર કે પાસની જરૂર નથી.

આણંદના પ્રદર્શનમાં મુખ્યમંત્રીને મળેલી કુલ 1144 ભેટસોગાદો મૂકવામાં આવી છે. પ્રદર્શનના નિયત સમય દરમિયાન કોઈ પણ નાગરિક ભેટસોગાદ ખરીદવા માટે ઓફર ફોર્મ રજૂ કરી શકશે.ઉલ્લેખનીય છે કે ભેટસોગાદોના વેચાણથી થતી આવક મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવે છે. આ ભંડોળ તેજસ્વી વિદ્યાર્થીનીઓને પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ તેમજ શિક્ષણ માટે જરૂરી સાધન સહાય પૂરી પાડવા માટેના પ્રોત્સાહક આયોજન પાછળ વપરાય છે.

કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપવા મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધિની રચના થયેલી છે. રાજ્યમાં શાળા પ્રવેશ કરતી પ્રત્‍યેક નાનકડી કન્‍યાને  વિધાલક્ષ્‍મી બોન્‍ડ અપાય છે અને પ્રાથમિક શાળાનો અભ્‍યાસ પૂરો કરનારી કન્‍યા આગળ અભ્‍યાસ માટે તેની વ્‍યાજ સહિત મળતી કુલ રકમમાંથી પ્રોત્‍સાહન મેળવે છે.

આ ઉપરાંત પ્રત્‍યેક તાલુકામાં ધો-૧૦ અને ધો-૧૨ની જાહેર પરીક્ષામાં તાલુકા દીઠ પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી તેજસ્‍વી કન્‍યાઓ તથા તાલુકા દીઠ પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી વિકલાંગ દીકરીઓને પુરસ્‍કાર આપવામાં આવે છે. આ ઉપરાંત કન્‍યાઓને મેડીકલ-ઇજનેરી-પી.ટી.સી. અને બી.એઙ જેવા ઉચ્‍ચ શિક્ષણ અને સેવાઓની સ્‍પધાર્ત્મક પરીક્ષામો માટે પણ મુખ્‍ય મંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાંથી માતબર સહાય આપવામાં આવે છે.

All right reserved by : ચરોતરનો અવાજ |