ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

નમોના રંગે રંગાયુ ગુજરાત

જાણે કે ગુજરાતમાં એક જ રંગ ફેલાયો છે. મોદી લધુમત્તિઓમાં પણ લોકપ્રિય છે તેનું ઉદાહણ આજે અમદાવાદમાં જોવા મળ્યું તો ચરોતરના યુવાનોમાં મોદીનો ક્રેઝ કેટલો છે આણંદ ખાતે જોવા મળ્યું


છેલ્લા ચાર દિવસથી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ચર્ચાઈ રહ્યું હતું અને આજે મોદી દિલ્હી તરફ રવાના થયા છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પાંચ વાગ્યે યોજાવાની છે. જેમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જાહેર થશે તેમ સુત્રો જણાવી રહ્યાં હતાં .જેની અસરથી મોદી ચાહકોમાં ઉત્સાહ અને ઉમંગ પ્રબળ બની ગયા છે. 

તો બીજી તરફ ગુજરાતના લધુમતિઓમાં પણ ખુશી લહેર ઉઠવા પામી છે. આજે ચરોતર પંથક સહિત અમદાવાદમાં પણ મોદી સમર્થક મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી. જેમને કામના કરી કે ગુજરાત મુખ્યમંત્રી મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આજે જાહેર થઈ જાય . 

તો બીજી તરફ ભાજપના ભિષ્મપિતામહ એલ.કે અડવાણીને ટાંકીને આણંદના યુવાનોએ ગણેશજીને પ્રાર્થના કરી હતી. જોકે અડવાણી મોદીના નામનો વિરોધ કરતા નથી પરંતુ જે સમયે મોદીના નામની જાહેરાત થઈ રહી છે તેનો વિરોધ કરી રહ્યાં છે તેમ સુત્રો જણાવી રહ્યાં છે. તેમ છતાં આજે સાંજે મોદીના નામની જાહેરાત એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે થશે તેમ સુત્રો પ્રબળ રીતે જણાવી રહ્યાં છે.




ગુજરાતના દરેક વર્ગની નજર આજે દિલ્હી તરફ છે. અને સાંજે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થાય તેની રાહ જોઈને બેઠો છે.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |