ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સાંજે ગુજરાતમાં ઉજવાશે દિવાળી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત ખાતેની દરેક મુલાકાતો રદ્દ કરીને દિલ્હી માટે ત્રણ વાગ્યે નિકળી ગયા છે. બીજી તરફ સવારથી ગુજરાતમાં જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓ સક્રિય બન્યાં છે. ફટાકડાં, મીઠાઈ દરેકનું આયોજન થઈ ચૂક્યું છે. બસ હવે દિલ્હીથી ઉચ્ચપદાધિકારીઓના એલાનની રાહ જોવાઈ રહી છે. 


ભાજપના ભિષ્મપિતામહ લાલ કૃષ્ણ અડવાણીના  હસ્તે આ તાજપોશી થાય તેના પ્રયત્નો છેલ્લા અનેક દિવસોથી થઈ રહ્યાં છે. અને મનાઈ રહ્યું છે કે લાલ કૃષ્ણ અડવાણીના હસ્તે આ તાજપોશી થશે તો કાર્યકર્તાઓનો ઉત્સાહ બમણો થઈ જશે.

સવારથી જ અમદાવાદ ખાતે ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓની અવજ જવર શરૂ થઈ ગઈ છે. તો ગુજરાતભરના ભાજપના તાલુકા મથકના કાર્યાલયોમાં ઉચ્ચસતરેથી  સાંજના સમયે ઘોષણા થયા બાદ ઉજવણી કરવાના આદેશ આપી દેવામાં આવ્યાં છે. 

જોકે છેલ્લા ચાર દિવસથી મનાઈ રહ્યું હતું કે મોદીના જન્મદિન પહેલા શુભ સમાચાર આવી જશે. જેમાં તેરમી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તાજપોશી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કરવામાં આવશે. તે અંગેના સમાચાર અને રાજકીય ચહેલપહેલના ન્યુઝ વાંચો..

મંતવ્યો 

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર  મોદીએ બે ટર્મથી મંત્રીપદ ભોગવી ચૂક્યાં છે અને ત્રીજી વખત ભોગવી રહ્યાં છે. આ ગાળા દરમ્યાન ગુજરાતની દશા અને દશા બદલી છે તે યુવાનો સહિત બુદ્ધિજીવીઓ સ્વીકારે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષિત તેમજ વિકાસની ઝંખના સેવી રહેલા યુવાનો અને બુદ્ધિજીવી વર્ગમાં ઘણાં લોકપ્રિય છે. મોદીની સામે અ્નેક સવાલો પેદા થયાં છે. તેમ છતાં તેમની છાપ એક વિકાસ પુરૂષની બનાવામાં સફળ નિવડ્યાં છે. તેની સામે દેશનું કોર્પોરેટ જગતનો વિશ્વાસ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર બંધાયો છે. અને તે્મની ઈચ્છા છેકે ભાજપ મોદીને જલ્દીથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરે તે ઉપરાંત સાધુ સંતોનું વધી રહેલુ દબાણ એક કારણ છે કે મોદીને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવી રહ્યાં છે.

ભાજપમાં ભિષ્મપિતામહ બની ચૂકેલા એલ.કે અડવાણી મોદી વિરોધી લડાઈ એકલા હાથે લડી રહ્યાં છે. અને પક્ષમાં રહીને મોદી વિરોધી અભિયાન ચાલુ રાખે તેવી ભીતિ નેતાઓને સતાવી રહી છે.  તેથી જ મોદી નામે તેમની પાસેથી  જાહેરમાં સમર્થન લેવું અત્યંત જરૂરી બની ગયું છે. જોકે અડવાણી જાહેરમાં મોદીની તાજપોશી કરી પણ દે તો પણ તેમની વેદના હમેશા તાજી રહેશે તેમ મનાઈ રહ્યું છે.

કેમ માની ગયા મોદી વિરોધી

એક પછી એક અડવાણી ખેમાના નેતાઓ ઠંડા પડી ગયા છે. અને તે માની પણ ગયા છે. મોદી વિરોધી નેતાઓ  સંઘના નિર્ણયની તરફેણમાં  જઈને અવાજ ઉઠાવી શકે તેવી ક્ષમતા તેમની પાસે નથી. જોકે આ નિર્ણયને તે પાછો ઠેલવી શકે પરંતુ તેનો અનાદર કરી શકે તેવા સક્ષમ નથી. તે પ્રમાણે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો  હવાલો આપીને મોદીના નામને પાછું ધકેલવામાં તે્મણે અનેક વખત સફળતા મેળવી છે. પરંતુ  આ વખતે તે પત્તું પણ ચાલુ નથી. જેથી હવે મોદી વિરોધી પાસે કોઈ વિક્લપ બચ્યો નથી. જેથી પોતાની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ મોદીને સમર્થન આપી રહ્યાં છે.

ભાજપમાં ઉપરની કક્ષાએ ગમે તેટલા વાત-વિવાદ કે સત્તા લાલચથી અંદરખાને ગરમા ગરમી છવાઈ હોય પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જાહેર થવાની સાથે જ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓનો ઉમંગ વધી જશે અને તેમનો ઉત્સાહ અને ઉમંગ ગુજરાતમાં દિવાળી જેવું વાતાવરણ સર્જી દેશે..

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |