છેલ્લા અનેક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી વર્ષ 2014માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે. જે પ્રમાણે તેરમી સપ્ટેમ્બરે. શુક્રવારે સાંજે ભાજપ દ્રારા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ એલાન કરવાની સાથે જ મોદી ચાહકોમાં આનંદ છવાઈ ગયો હતો.
દિલ્હી ખાતે
ભાજપ કાર્યાલયની બહાર પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલા જ કાર્યકર્તાઓ
મોદીના ચહેરા સાથેના પોસ્ટર લઈને પહોંચી ગયા હતા. ઢોલના નાદ સાથે આનંદની ઉજવણી શરૂ
થઈ જવા પામી હતી. તો ગુજરાતમાં સવારથી ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહથી ભરેલા જણાયાં
હતાં
દિલ્હીથી મોદીના નામની ઘોષણા થવાની સાથે દેશભરના ભાજપ કાર્યકર્તાઓ તેમજ મોદી ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચરોતર પંથકમાં પણ ભાજપ કાર્યાલય ખાતે તૈયારીઓ સવારથી જ શરૂ થઈ જવા પામી હતી. અને સાંજના સમયે દિલ્હીથી ગ્રીન સિગ્લન મળે તેની રાહ જોવાઈ રહી હતી. અને મોદીના નામની ઘોષણા થવાની સાથે જ પંથકના તમામ તાલુકા મથકે ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી.
અડવાણીની અસર અને ઘટનાક્રમ
ઉલ્લેખનીય છે કે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં મોદી સમર્થક અને વિરોધી તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં અડવાણી આવશે તેમ મનાઈ રહ્યું હતું. પરંતુ અંત સમયે વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીએ રાજનૈતિક દાવ ખેલ્યો જેમાં અડવાણીએ ઘરની બહાર નીકળવાની ના પાડી દેતાં ભાજપના અન્ય પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.કે અડવાણી પાર્લામેન્ટ્રી બોર્ડમાં જવા માટે ઘરની બહાર નીકળ્યાં હતા. સિક્યોરીટીને તૈયાર થવાનો આદેશ પણ આપી દે છે. અને અચાનક તેમની પાસે એક ફોન કોલ આવે છે. અને ત્યાર બાદ અડવાણીએ પોતાનો ઈરાદો બદલી નાખ્યો હતો. તે ફોન કોલ કોણે કર્યો હતો અને તેમા કેવા પ્રકારની વાતચીત થઈ હતી જેનાથી અડવાણીને પોતાનો નિર્ણય બદલવો પડ્યો તે બાબતે કોઈ જાણકારી નથી.
તો બીજી તરફ અડવાણીની રાહ દિલ્હી ભાજપ કાર્યાલયે જોવાઈ રહી હતી. ભાજપના ભિષ્મપિતામહ એવાં એલ.કે અડવાણી પોતાને ઘરે કેદ કરીને બેસી રહ્યાં હતાં.તો બીજી તરફ ગુજરાતમાં ઠેર ઠેર ભાજપ કાર્યકર્તાઓ દિલ્હીથી સારા સમાચાર આવે તેની રાહ જોઈને બેસી રહેવાની વારી આવી રહી હતી. જે પ્રમાણે એલ.કે અડવાણીએ અતં સમયે પોતાનો રાજનૈતિક દાવ ખેલ્યો હતો. જેનાથી અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી.
મોદી ગુજરાતથી સીધા અડવાણીના ઘરે જવાના હતાં પરંતુ અંત સમયે તેઓ ગુજરાત ભવનથી રાજનાથના ઘરે પહોંચી ગયા હતા તે દરમ્યાન અડવાણીએ પોતાનો રાજનૈતિક દાવ ખેલી દીધો હતો. કાર્યકર્તાઓએ ઘરની બહાર ફટાકડાં ફોડવાનું શરૂ કરી દીધું હતું. અને અન્ય પાર્લામેન્ટ્રી બોર્ડના સદસ્યો અડવાણીની રાહ જોઈને બેઠા હતા.પરંતુ મોદી રાજનાથના ઘરે કેમ ગયા તે બાબતે શંકાઓ સેવાઈ રહી હતી. કારણકે જ્યારે મોદી રાજનાથના ઘરે ગયા હતાં ત્યારે રાજનાથ ભાજપ કાર્યલાયે ઉપસ્થિત હતાં.
દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ ફટાકડાં લઈને સવારથી જ તૈયાર હતા પરંતુ સવા છ વાગ્યા સુધી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થઈ ન હતી. જેથી કાર્યકર્તાઓ મુંઝાઈ ગયા હતાં. જ્યારે નરેન્દ્ર મોદી છ કલાકને વીસ મિનિટે ભાજપ કાર્યલાયે પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત ઢોલ નંગારા તેમજ ફટાકડાંથી કર્યું હતું . તે સાથે નમો નમ :નો સુત્રોચ્ચાર શરૂ કરી દીધા હતાં. આ તમામ પ્રક્રિયા દરમ્યાન અડવાણી આવ્યા ન હતાં. જેથી તેમની ગેરહાજરીમાં જ પાર્લામેન્ટ્રી બોર્ડી બેઠક છ કલાકેની 25 મિનિટે શરૂ થઈ ગઈ હતી. અને તેમાં મોદીના નામે મ્હોર લગાવી દેવામાં આવી હતી.
મીડિયા સમક્ષ મોદી ગ્રીન લાઈટ કલરનો કુર્તો પહેરીને ઉપસ્થિત થયાં હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે મહત્વના કામ હોય છે ત્યારે મોદી ગ્રીન લાઈટ કલરના કપડાં પહેરવાનું વધારે પસંદ કરે છે. તે જ પ્રમાણે મોદી ગ્રીન લાઈટ કલરમાં જોવા મળ્યાં હતાં. મીડિયા સમક્ષ સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, અરૂણ જેટલી, નરેન્દ્ર મોદી, અનંત કુમાર , વૈંકયા નાયડું ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ મીડિયા સમક્ષ સાડા છ વાગ્યે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષણા કરી દીધી હતી.
વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શું કહ્યુ
મોદીનું આગમન અને નિરાશા પત્ર
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.comસુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.કે અડવાણી પાર્લામેન્ટ્રી બોર્ડમાં જવા માટે ઘરની બહાર નીકળ્યાં હતા. સિક્યોરીટીને તૈયાર થવાનો આદેશ પણ આપી દે છે. અને અચાનક તેમની પાસે એક ફોન કોલ આવે છે. અને ત્યાર બાદ અડવાણીએ પોતાનો ઈરાદો બદલી નાખ્યો હતો. તે ફોન કોલ કોણે કર્યો હતો અને તેમા કેવા પ્રકારની વાતચીત થઈ હતી જેનાથી અડવાણીને પોતાનો નિર્ણય બદલવો પડ્યો તે બાબતે કોઈ જાણકારી નથી.
તો બીજી તરફ અડવાણીની રાહ દિલ્હી ભાજપ કાર્યાલયે જોવાઈ રહી હતી. ભાજપના ભિષ્મપિતામહ એવાં એલ.કે અડવાણી પોતાને ઘરે કેદ કરીને બેસી રહ્યાં હતાં.તો બીજી તરફ ગુજરાતમાં ઠેર ઠેર ભાજપ કાર્યકર્તાઓ દિલ્હીથી સારા સમાચાર આવે તેની રાહ જોઈને બેસી રહેવાની વારી આવી રહી હતી. જે પ્રમાણે એલ.કે અડવાણીએ અતં સમયે પોતાનો રાજનૈતિક દાવ ખેલ્યો હતો. જેનાથી અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી.
મોદી ગુજરાતથી સીધા અડવાણીના ઘરે જવાના હતાં પરંતુ અંત સમયે તેઓ ગુજરાત ભવનથી રાજનાથના ઘરે પહોંચી ગયા હતા તે દરમ્યાન અડવાણીએ પોતાનો રાજનૈતિક દાવ ખેલી દીધો હતો. કાર્યકર્તાઓએ ઘરની બહાર ફટાકડાં ફોડવાનું શરૂ કરી દીધું હતું. અને અન્ય પાર્લામેન્ટ્રી બોર્ડના સદસ્યો અડવાણીની રાહ જોઈને બેઠા હતા.પરંતુ મોદી રાજનાથના ઘરે કેમ ગયા તે બાબતે શંકાઓ સેવાઈ રહી હતી. કારણકે જ્યારે મોદી રાજનાથના ઘરે ગયા હતાં ત્યારે રાજનાથ ભાજપ કાર્યલાયે ઉપસ્થિત હતાં.
દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ ફટાકડાં લઈને સવારથી જ તૈયાર હતા પરંતુ સવા છ વાગ્યા સુધી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થઈ ન હતી. જેથી કાર્યકર્તાઓ મુંઝાઈ ગયા હતાં. જ્યારે નરેન્દ્ર મોદી છ કલાકને વીસ મિનિટે ભાજપ કાર્યલાયે પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત ઢોલ નંગારા તેમજ ફટાકડાંથી કર્યું હતું . તે સાથે નમો નમ :નો સુત્રોચ્ચાર શરૂ કરી દીધા હતાં. આ તમામ પ્રક્રિયા દરમ્યાન અડવાણી આવ્યા ન હતાં. જેથી તેમની ગેરહાજરીમાં જ પાર્લામેન્ટ્રી બોર્ડી બેઠક છ કલાકેની 25 મિનિટે શરૂ થઈ ગઈ હતી. અને તેમાં મોદીના નામે મ્હોર લગાવી દેવામાં આવી હતી.
મીડિયા સમક્ષ મોદી ગ્રીન લાઈટ કલરનો કુર્તો પહેરીને ઉપસ્થિત થયાં હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે મહત્વના કામ હોય છે ત્યારે મોદી ગ્રીન લાઈટ કલરના કપડાં પહેરવાનું વધારે પસંદ કરે છે. તે જ પ્રમાણે મોદી ગ્રીન લાઈટ કલરમાં જોવા મળ્યાં હતાં. મીડિયા સમક્ષ સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, અરૂણ જેટલી, નરેન્દ્ર મોદી, અનંત કુમાર , વૈંકયા નાયડું ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ મીડિયા સમક્ષ સાડા છ વાગ્યે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષણા કરી દીધી હતી.
વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શું કહ્યુ
નાના વિસ્તારમાંથી આવેલા કાર્યકર્તાઓને
આટલી મોટી જવાબદારી આપવા બદલ અડવાણી અને અટલજીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત
પાર્ટી કાર્યકર્તાઓ તેમજ નેતાગણનો આભાર માન્યો હતો. અને વિશ્વાસ આપવાની કોશિષ કરી
હતી કે લોકસભાની ચૂંટણી 2014માં ભાજપ વિજય થાય અને તે માટે મહેનત કરવા માટે કોઈ
જગ્યાએ ઉપણ નહીં રાખું. તેમજ દરેકની અપેક્ષાએ ખરો ઉતરું તે માટે મહેનત કરીશે. દેશ
જ્યારે સંકટમાં છે ત્યારે ભાજપને આશિર્વાદ લોકો આપે અને મહેનત કરવાની શક્તિ આપે. નવા
વિચાર અને નવી ઉમ્મીદ સાથે લોકો અમને સમર્થન આપશે.
મોદીનું આગમન અને નિરાશા પત્ર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની તાજપોશી થયા બાદ મોદી તુરંત વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીના ઘરે પહોંચ્યા અને ત્યાં બંધબારણે તેમના આશિર્વાદ લીધા. અને ત્યાર બાદ એલ.કે અડવાણીએ ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહને ટાંકીને એક પત્ર લખ્યો જેમાં તેમણે પોતાની વ્યથા અને નિરાશાનો ઉલ્લેખ કર્યો હતો.