ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ભાજપ કોંગ્રેસની શાખ દાવ પર લાગી

ગુજરાત કોંગ્રેસ શુક્રવારે 6 સપ્ટેમબરના રોજ ગુજરાત બંધનું એલાન કર્યું છે. જેને લઈને આજે ગુરૂવારે સાંજે ગુજરાત કોંગ્રેસ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે  તેને ધ્યાને લઈને બંધનું એલાન કર્યું છે.


પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા  શંકરસિેંહ વાઘેલાએ જણાવ્યું હતું કે બંઘને નિષ્ફળ કરવા માટે ભાજપ અને સરકારી અધિકારીઓ પુરજોશ કોશિશ કરી રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસના ખેસ નાખીને ભાજપના અહિંસક તત્વો અશાંતિ ફેલાવાની કોશિશ કરી શકે તેવી ભીતિ અમને સેવાઈ રહી છે. જેથી અમે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે બંધના દિવસે કોઈ અજાણ્યો માણસ કોંગ્રેસનો ખેસ નાખીને બંઘમાં કાર્યકર્તાઓની વચ્ચે દેખાય તો સીધો તેને પોલીસને હવાલે કરી દેવો.

પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જો કોઈ સરકારી અધિકારી પોતાના મર્યાદો ઓળગીને ભાજપના કાર્યકર્તા બનવાની કોશિશ કરશે તો તેને યોગ્ય પાઠ ભણાવામાં આવશે.
જોકે ભાજપે આ બાબતે અગાઉથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતની જનતાએ બંધને સમર્થન કરશે નહીં તેનો અમને પૂર્ણ વિશ્વાસ છે.

કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકો સ્વંયભૂ બંધ પાળશે અમને વિશ્વાસ છે અને તેમને શાળાઓ, વેપારીઓ તેમજ જનતા તરફ સમર્થન મળી રહ્યું છે. અને ગુજરાત જડબેસલાક બંધ રહેશે. 

ગુજરાતભરમાં પોલીસ દ્રારા રેડ એલર્ટ  આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અંદાજે 80,000 જેટલા પોલીસ જવાનો સ્ટેન્ડટૂ રહેશે. રાજ્ય સરકારે તમામ તંત્રોને આદેશ કરી દીધો છે કે કોઈ પણ કાળે કોંગ્રેસના બંધ નિષ્ફળ કરવો.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |