યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ બાપુનો જેલવાસ અને બદનામી જોઈને સંત સમાજમાં નારાજગી તેમજ ખોફનો માહોલ દેખાઈ રહ્યો છે. ખોફનો એક કિસ્સો અમેઠી નજીક ઉજાગર થયો છે. ઉદાસીન મઠના મહંત સ્વામી પ્રેમદાસે બ્લેડથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું. જો કે આ ઘટના બાદ લોકો વિચારમાં પડી ગયા હતાં.
મળતી માહિતી મુજબ, યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ બાપુ ઉપર અનેક વિવાદો થયા છે. પરંતુ તેમની બદનામી સૌથી વધારે યૌન શોષણ મામલે થઈ છે. જેમાં તંત્રથી લઈને સાધુ સમાજ પણ વિરોધ કરી રહ્યો છે. ભવિષ્યમાં તેમની ઉપર આ પ્રકારનો આરોપ કોઈ લગાવી ન શકે તે હેતુથી આ મહંતે આવું વિચિત્ર અને વિસ્મયભર્યુ પગલું ભરતા પોતાનું ગુપ્તાંગ જ કાપી નાખ્યું હતું. જેને પગલે મહંતની હાલત ગંભીર થઈ જતાં તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
ઉત્તરપ્રદેશમાં અમેઠી નજીક આવેલ માધવપરુ ગામના ઉદાસીન મઠના મહંત સ્વામી પ્રેમદાસે આ પગલું એકાંતમાં ભર્યું હતું. જેમાં બ્લેડથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com