આણંદની એસ.કે સિનેમા ખાતે સોમવારની રાતે સીટી ન મારવાની સલાહ આપનાર યુવાન અને તેના મિત્રો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અંકુરની મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે પાંચ શખ્સોને ઉઠાવ્યાં અને પૂછપરછ શરૂ કરી તો બીજી તરફ અંકુરના પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આજે ગુરૂવારે સવારના સમયે મગંળપુરા સ્થિત નિવાસ સ્થાનેથી મૃતક અંકુરની સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ અને સ્થાનીય નાગરિકો જોડાયા હતાં. આ સ્મશાન યાત્રામાં જીલ્લા ભાજપ પ્રમુખ દીપકભાઈ પટેલ અને ધારાસભ્ય દીલીપભાઈ પટેલ અને ભાજપના અન્ય અગ્રણી કાર્યકરો જોડાયા હતાં.
ઉલ્લેખનીય છેકે અંકુર પટેલ હત્યા કેસમાં પોલીસે કોઈની ધરપકડ બતાવી નથી પરંતુ અમારા સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે બુધવારે ઝુબેર અને હાફીજને પકડી લીધા હતા . જેમાંથી ઝુંબેરને નામદાર અદાલતમાં રજુ પણ કર્યો હતો. આજે ગુરૂવારે સવારે દસ વાગ્યે મૃતક અંકુર પટેલ સાથે ઘાયલ થયેલા તેના બે મિત્રો તથા અન્ય એક મિત્ર મળી ત્રણ વ્યક્તિઓના નિવેદન લીધા હતા. હજુ આરોપીઓમાંથી કોઈના નિવેદન લેવામાં આવ્યા નથી.
આજે ગુરૂવારે પી.એસ.આઈ ઢોલ ફરી એક વખત એસ.કે સિનેમા ખાતે ગયા હતા. હજુ સુધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મળ્યા નથી. અમારા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હત્યા કરનારા અત્યંત ખુંખાર આરોપીઓ નથી. સ્થાનીક યુવાનો છે . જેને બધા જ ઓળખે છે. સમગ્ર વિસ્તારને ખબર છે છતાં પોલીસ હજુ આરોપીઓને પ્રજા સમક્ષ મુકી શકી નથી.
અત્યારે આણંદ એલસીબીમાં 46 જવાનો મુકવામાં આવ્યા છે. જેથી આ હત્યાના બનાવમાં ઝડપથી કામગીરી પુર્ણ કરી શકાય તેમ છે આ લેખ લખાય રહ્યો છે ત્યાં સુધી પોલીસ કંઈ થયું નથી તેમ જણાવી રહી છે. પોલીસ પાસે મુસ્લિમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાતમીદારો છે. જેમને તેઓ સાચવે પણ છે. નાના ટપોરીઓને પણ ખબર છે. ્અને પોલીસ કોન્સ્ટેબલોનો તેમની સાથ નાતો પણ છે. હત્યારાઓ બહારના કે અજાણ્યાનથી. કશુ જ છુપાયેલ નથી ,બધું જ ખુલ્લુ છે , બધાને બધી જ ખબર છે તેમ છંતા પોલીસ ફાંપા કેમ મારે છે તે જ ખબર પડતી નથી.