ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું કેન્દ્રીય રાજનીતિમાં વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા તે પહેલા અને પછી સતત વિરોધીઓ એક સુરે કહી રહ્યાં છે કે કેન્દ્રીય રાજનીતિમાં મોદીના આગમન પછી ભાજપની હાલત ગુજરાત ભાજપ જેવી થશે. જેમાં માત્ર મોદી જ રહેશે અને પક્ષ હાસિયામાં ધકેલાઈ જશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા તે રાત્રે જે 13મી સપ્ટેમ્બરે નઈ સોચ નઈ ઉમ્મીદ સુત્ર મળ્યું. અને હવે ઉત્તરપ્રદેશમાં નવો નારો મળશે. ઓક્ટોમ્બર મહિનામાં નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં રેલી કરવા જઈ રહ્યાં છે. જેમાં " મોદી લાવો દેશ બચાવો" નો નવો નારો આપવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા તે રાત્રે જે 13મી સપ્ટેમ્બરે નઈ સોચ નઈ ઉમ્મીદ સુત્ર મળ્યું. અને હવે ઉત્તરપ્રદેશમાં નવો નારો મળશે. ઓક્ટોમ્બર મહિનામાં નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં રેલી કરવા જઈ રહ્યાં છે. જેમાં " મોદી લાવો દેશ બચાવો" નો નવો નારો આપવામાં આવશે.
ઉત્તરપ્રદેશના કાનપુરથી 15મી ઓક્ટોમ્બરે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી રેલી કરવા જઈ રહ્યાં છે. નઈ સોચ અને નઈ ઉમ્મીદનું સુત્ર આપ્યા બાદ હવે મોદી લાવો દેશ બચાવો જેવા નારા રાજકીય ગરમાગરમી તેજ બનાવાની તૈયારીઓના ભાગરૂપે જોવાઈ રહ્યાં છે.
જોકે વિરોધીઓ કહી રહ્યાં છે કે કેન્દ્રીય રાજનીતિમાં મોદીને આગળ કર્યા બાદ હવે ગુજરાતમાં જે રીતે મોદી જ ભાજપની ઓળખ બની જવા પામ્યું છે. તેવી દશા કેન્દ્રીય રાજનીતિમાં ભાજપની થવા જઈ રહી છે.
તો બીજી તરફ મોદી ચાહકોમાં આ નારાએ ઉત્તેજના વધારી દીધી છે. અને મોદી લાવો દેશ બચાવોનો નારો મોદી ચાહકોમાં પહેલાથી જ લોકપ્રિય નારો બની ચુક્યો છે.
જોકે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં રેલીઓમાં વિકાસનો મુદ્દો મહત્વનો બની રહેશે. આ ઉપરાંત મોદીને બિનસાંપ્રદાયિક ચહેરો બનાવાની કોશિષો થશે. જોકે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી મોદી બાવીસ રેલી કરશે જેમા કાનુપર, ઝાંસી, મથુરા, અને કાશીની રેલીઓ અત્તિમહત્વની છે. જોકે આ વખતે રામમંદિર મુદ્દાથી ભાજપ દૂર રહેશે તેમ મનાઈ રહ્યું છે. અને આર્થિક નબળી નીતિ, મોંઘવારી, ભષ્ટ્રાચાર, અને લધુમતિઓના મુદ્દે રાજનીતિ રમાશે તેવા એંધાણ મળી રહ્યાં છે.
મોદી લાવો દેશ બચાવો નો પહેલો પ્રયોગ
ઉલ્લેખનીય છે કે
મોદી લાવો દેશ બચાવો નારો અલ્હાબાદ ખાતે વિહિપની બેઠક દરમ્યાન મોદી ચાહકો દ્રારા
આપવામાં આવ્યો હતો. જે વખતે સાતમી ફેબ્રુઆરીના રોજ અલ્હાબાદ ખાતે વિશ્વ હિન્દુ
પરિષદના કેમ્પમાં વિહિપની ધર્મ સંસદની બેઠકનું આયોજન થયું હતું. તે વખતે બેઠક શરૂ થઇ ત્યારથી કેમ્પની બહાર મોદી સમર્થકો
મોટી માત્રામાં એકઠા થઇ ગયા હતા. અને તેમને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે
જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.