પોતાના કાળા કામ છુપાવા માટે અધિકારીઓ મીડિયાકર્મીઓને
દૂર રાખવા માટે કેવો વ્યવહાર કરે છે તેનુ ઉદાહરણ વાપી ખાતે જોવા મળ્યું છે.
આજે શનિવારે વાપી રેલ્વે સ્ટેશન ખાતે
મુલાકાતે આવેલા બરોડા ડિવીઝનના એસ.પી શેખની આવભગત કરવામાં અધિકારીઓ લાગી ગયા હતા.
તેમના આગમનના દિવસે સ્ટેશન પરથી ભિખારીઓની ટોળકીને પણ હટાવી લેવામાં આવી હતી. આ ઉપરાંત
વાપી રેલ્વે તંત્ર અલર્ટ જણાયું હતું. તેમના આગમનને પગલે વાપી રેલ્વે તંત્ર સજાગ
જોઈને પત્રકારો દ્રારા એસ.પી શેખને વાપી રેલ્વે સ્ટેશન ખાતે પ્રવર્તી રહેલી
સમસ્યાઓ અંગે સવાલો પુછવાની ઈચ્છા હતી. અને પત્રકારો માની રહ્યં હતાં કે આ બાબતે
એસ.પી શેખને જણાવતાં યોગ્ય પગલાં લેવાશે જેથી પ્રજાજનો મુશ્કલીઓ થોડી ઓછી થશે.
જ્યારે એસ.પી શેખને સ્થાનીય પત્રકારોએ પ્રશ્નોના
જવાબ આપવા માટે થોડો સમય માંગ્યો ત્યારે તેમને સીધી રીતે ના કહેવાને બદલે અયોગ્ય
શબ્દપ્રયોગના સહારે પત્રકારોને અપમાનિત કરવાની કોશિશ કરી હતી તેમ વાપીના પત્રકારો
જણાવી રહ્યાં છે.
કેમ કર્યું અપમાન
પત્રકારોના મતે વાપી
રેલ્વે સ્ટેશનની સવારે મેમુ ટ્રેનથી લઈને સાંજે સૌરાષ્ટ્ર મેલ સુધીમાં ટ્રેનોમાં
જે દારુ લઈ જવાય છે. તેમાં ખુદ જી.આર.પીના જ કેટલાંક કોન્સ્ટેબલોની સંડોવણી
છે. જેથી એસ.પી સામે આવા પ્રશ્નો પત્રકારો
રજૂ કરે તો તેમની પાસે તેનો કોઈ જવાબ નહી હોય જેને પગલે એસ.પી શેખે પત્રકારોને ન
મળવા કરતા તેમને દૂર ધકેલી દેવાનો રસ્તો યોગ્ય જણાયો. જોકે ઉચ્ચ કક્ષાના સરકારી
અધિકારીઓ પાસેથી આ પ્રકારનું વર્તન કરવામાં આવશે તેવી પત્રકારોએ આશા સેવી ન હતી.
Tejas Desai, Reporter, Vapi