ગુજરાત બંધને પગલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. જેનો પુરાવો નડિયાદમાં જોવા મળ્યો હતો. આજે સવારથી જ નડિયાદના મુખ્ય બજારો બંધ હતાં. વેપારીઆલમને ડર હતો કે કદાચ દુકાનો ખોલવાથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે જેથી દુકાનો બંધ અવસ્થામાં હતી પરંતુ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકના વિસ્તારમાં કોંગ્રેસને મળતું સમર્થન જોઈ ધારાસભ્ય સક્રિય થઈ ગયા હતા
ગુજરાતભરમાં ભાજપા અને કોંગ્રેસ માટે ગુજરાત બંધ અસ્તિત્વનો સવાલ બની બેઠો છે. ગત રાતથી મોટા શહેરોમાં થઈ રહેલી તોડફોડ સવાર સુધી ચાલુ રહી હતી. જેમાં જામનગર જેવા શહેરોમાં બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે. અને વડોદરા, અમદાવાદમાં તોડફોડ થવા પામી છે. તેવી પરિસ્થિતિમાં ચરોતર પંથકના નાના વેપારીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જેથી પોતાના દુકાનો બહાર હોવા છતાં દુકાનો ખોલવાની હિંમત કરી રહ્યાં ન હતાં. જેથી કોંગ્રેસના બંધને સ્વયંભૂ સમર્થન મળી રહ્યું હોય તેવો આભાસ થતો હતો.
વેપારીઓના મતે સવારથી અમોને ચિંતા હતી કે કદાચ દુકાનો ખોલ્યાં બાદ રાજકીય પાર્ટીઓની લડાઈ અમારા ધંધાને અસર કરી જાય તેથી બજારમાં આવ્યા હોવા છતાં દુકાનો બંધ રાખી હતી. અને વાતાવરણ જોયા બાદ દુકાનો ખોલવાનું કે બંધ રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ નડિયાદના ધારાસભ્ય વેપારીવર્ગને મળ્યાં ત્યાર બાદ વાતાવરણ શાંતિમય રહેશે તેવો ભરોસો મળ્યો જેથી અમે અંતે સાડા અગિયાર વાગ્યે દુકાન ખોલવાનું નક્કી કર્યું છે.
રાજ્યભરમાં વહીવટી અને પોલીસ તંત્ર કોંગ્રેસના એલાનને નિષ્ફળ કરવામાં જોતરાયું છે. તેવી પરિસ્થિતિમાં નડિયાદ વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્યના વિસ્તારમાં વેપારીઓ ડરના કારણે સ્વયંભૂ બંધ રાખે તે કોઈ પણ રાજકીય નેતા સહન ન કરે તેવી પરિસ્થિતિમાં પંથકના વેપારીઓ ડરના મારે દુકાનો બંધ ન રાખે તેનું ધ્યાન રાખવું સ્થાનયી પ્રશાસન અને સત્તાધારી નેતાનું છે. નડિયાદના વેપારીઓએ તેમના ધારાસભ્ય દ્રારા કરવામાં આવેલી અપીલને બિરદાવી હતી.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com