આજે શનિવારે
મહાવીર જયંતિના દિવસે બે પ્રમુખ પાર્ટીઓ આમને સામને આવી ગઈ છે. એક પક્ષ જેની પાસે
અમુક વર્ષોથી સત્તા આવી છે અને દાયકાઓનો અનુભવ વિરોધ કરવાનો છે. જ્યારે બીજો પક્ષ જેણે વર્ષોની સત્તા ભોગી ચૂક્યાં
બાદ અમુક વર્ષોથી સત્તાવિહોણી છે અને જેને વિરોધ કરવા માટે મુદ્દાની પસંદગી ખોટી
કરવા ટેવાયેલી છે. તેણે આ વખતે ખોટા મુદ્દે વિરોધી પક્ષને સાણસામાં લેવાની કોશિશ
કરી છે. જેની અસરથી લોકોના ધંધાને માઠી અસર પહોંચી છે.
મોટા શહેરમાં
લોકોએ મોંઘવારીના સમયમાં પણ પોતાનો ધંધો ખોલ્યો પરંતુ તેમનું મન ધંધામાં પરોવાયું
નથી. જેમણે ધંધો આજે ખુલો કરીને બેઠા હતાં તેમણે પણ ડર હતો કે હમણાં કોઈ આવશે અને
મારી દુકાન બંધ કરાવી દેશે. જેથી તેવા વેપારીઓએ સવારે દુકાનો મોડી ખોલી હતી. અને
અંતે જ્યારે પોલીસ બંદોબસ્ત અને કાર્યકર્તાઓની અવર જવર ઓછી થઈ ગઈ ત્યારે પોતાની
દુકાનો ખોલી છે.
જે લોકોએ વહેલી
સવારે રોજની જેમ દુકાનો ખોલી હતી તેમને બંધ કરવાની ફરજ પડી અને જ્યારે સુરક્ષાનો
ભરોસો મળ્યો ત્યારે ફરી દુકાનો ખોલી. આમ આજે શહેરોના બજારોમાં દુકાનો બે વખત બંધ
થઈ અને બે ખુલ્લી થઈ.
હોઈ શકે કે શહેર
પ્રમાણે અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય પરંતુ દરેક વેપારીવર્ગની ચિંતા
એક હતી કે આજની આવક ખાડે ગઈ.