ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચકલી કરાવી શકે ફજેતી !!

બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ મોદી દ્રારા સોશ્યલ મીડિયામાં ટ્વિટના માધ્યમે કરેલ નિવેદને ભાજપની પોલ ખોલી દીધી છે. એક વખતે અડવાણી સમર્થક ગણાતાં સુશીલ મોદીએ અડવાણીને ટાંકીને વડાપ્રધાન પદના ઉમેદવાર મુદ્દે ટકોર કરી હતી. ગત રોજ રાત્રિ દરમ્યાન કરાયેલા ટ્વિટ મામલે આજે બારમી સપ્ટેમ્બરે ખુલાસો કર્યો હતો. 



સુશીલ મોદીનું ટ્વિટ

અડવાણી જનતાના મૂડને પારખવામાં  નાકામ રહ્યાં છે. તેમને નામ તે રીતે જાહેર કરવું જોઈએ જે રીતે અટલજીએ કર્યું હતું.

રાજનીતિ જ એક માત્ર એવું ક્ષેત્ર છે. જ્યાં અંતિમ શ્વાસ સુધી કંઈક મેળવી લેવાની ઈચ્છા રહેતી હોય છે. ખુરશીની ઈચ્છા મરેલા રાજનેતામાં પણ જાન ફૂંકી શકે છે.

ટ્વિટ અંગે ખુલાસો

એક પછી એક આ પ્રકારે બે ટ્વિટ કર્યા બાદ કહી શકાય કે અડવાણીથી લઈને મોદી પ્રિય નેતાઓની વ્યથા કેટલી હદે પહોંચી ગઈ છે.  તેમની આ વ્યથા જગજાહેર કરીને અડવાણી પર સીધો પ્રહાર કર્યો છે. જોકે ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે મેં માત્ર અડવાણીજીને સલાહ આપી હતી. 

પરિસ્થિતિની ઝલક

સંઘે મોદીના નામે મ્હોર મારી દીધી છે પરંતુ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવારની ઘોષણા કરવાની જવાબદારી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ પર છોડી દીધી છે. તેવી પરિસ્થિતિમાં સર્વસંમિતિથી ફેંસલો થાય તેમ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ ઈચ્છી રહ્યાં છે અને જો તે પ્રમાણે નહીં થાય તો પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વોટીંગ કરાવીને ફેંસલો લેવા મજબૂર થવું પડશે અને જો તે પ્રમાણે મોદીના નામે પાર્લામેન્ટ્રી બોર્ડની મંજૂરી મળશે તો ભાજપનો આતંરીક વિખવાદ જગજાહેર થઈ જશે. અને વિરોધીયો તેનો અંત સમય સુધી ફાયદો લેતા રહેશે. જોકે હવે જોવાનું તે રહેશે કે ભાજપમાં ટ્વિટર મારફતે શરૂ થયેલો સલાહ સૂચનનો દોર કેટલો ચાલશે. 

ભાજપ અધ્યક્ષનું રટણ

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ મીડિયાને આપેલા નિવેદન પ્રમાણે પાર્ટીમાં મોદીના નામ લઈને કોઈ વિખવાદ નથી. પાર્લામેન્ટ્રી બોર્ડમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી સર્વસંમિતથી થશે. મળતી માહિતી મુજબ, તેરમી સપ્ટેમ્બરે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાવાની છે. જેમાં અડવાણીજી અને તેમના સમર્થકો ખાસ હાજરી આપશે. અને ફેંસલો સર્વસંમતિ થાય તે માટે રાજનાથ સિંહ પ્રયત્નો કરી રહ્યાં છે. અને જો તે પ્રમાણે નહીં થાય તો સંઘના આદેશ અનુસાર કોઈ પણ સંજોગોમાં મોદીના નામની ઘોષણા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કરી દેવામાં આવશે. 

પાર્લામેન્ટ્રી બોર્ડનું અંકગણિત

પાર્લામેન્ટ્રી બોર્ડના અંકગણિત પર એક નજર કરીએ,  અને જો પાર્લામેન્ટી બોર્ડમાં વોટીંગ કરવામાં આવે તો ગુજરાત મુખ્યમંત્રીને બહુમતિ મળી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે.પાર્લામેન્ટ્રી બોર્ડમાં  પૂર્વ પ્રધાનમંત્રી અટલજી સહિત 12 સદસ્યો છે. જોકે અટલજી હાજર રહી શકે તેમ નથી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વોટ ગણી શકાય નહીં. તેવી પરિસ્થિતિમાં 10 વોટ રહે છે. જેમાં ત્રણ વોટ મોદી વિરોધમાં પડી શકે છે. આ વિરોધના વોટ લાલ કૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોષી તરફથી  પડી શકે જ્યારે અન્ય સાત વોટ મોદીના સમર્થનમાં પડી શકે. 

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |