ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં પ્રસાદી સ્વરૂપે અપાતો મોહનથાળ ભક્તજનોમાં સવિશેષ મહત્વ ધરાવે છે. દર વર્ષે ભાદરવી પૂનમે ભક્તોજનો મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષે ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી આ વખતે મંદિર પ્રશાસને બે લાખ કિલોની પ્રસાદ બનાવાનો નિર્ણય કર્યો છે તે સાથે મોહનથાળના સ્વાદ અને સુગંધમાં પણ ફેરફાર જણાશે
અબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. જે માટે અનેક ભક્તો લાંબી પદયાત્રા કરીને તે ભાદરવી પૂનમે અંબાજી ખાતે પહોંચતા હોય છે. તે દિવસે પ્રસાદી સ્વરૂપે મળતાં મોહનથાળનું સવિશેષ મહત્વ રહેલું છે. જેને ધ્યાને રાખીને ચાલુ વર્ષે મંદિર પ્રશાસને મોહનથાળની બનાવટમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેથી મોહનથાળની સુગંધ અને સ્વાદ લાંબા સમય બાદ પણ બદલાશે નહીં.
મંદિર પ્રશાસને આ વખતે બે લાખ કિલોની પ્રસાદીમાં દૂધની જગ્યાએ શુદ્ધ ઘી નો ઉપયોગ કરશે. આ પહેલા મોહન થાળની બનાવટમાં દૂધનો ઉપયોગ થતો હતો. જેથી મોહન થાળનો સ્વાદ અને સુંગધમાં લાબા સમય બાદ બદલાઈ જતી હતી. અને મોહન થાળમાં ફુંગાવો આવી જતો હતો. જોકે સામાન્ય દિવસોમાં પરંપરાગત રીતે જે પ્રકારે દૂધમાંથી મોહનથાળ બને તે રીતે પ્રસાદ બનાવામાં આવશે.
ભાદરવી પૂનમના રોજ ભક્તજનો દૂર દૂરથી આવતા હોય છે. અને તેઓ પ્રસાદી સ્વરૂપે મોહનથાળને સાથે પોતાના વતને લઈ જતા હોય છે. અને પોતાના પરિવારજનો તેમજ આડોશી પાડોશીને પણ વહેંચતા હોય છે. જેથી પ્રસાદીનો સ્વાદ અને સુંગધ લાંબા સમય સુધી ટકી રહે તે માટે આ વખતે મંદિર પ્રશાસને દૂધ ને બદલ ઘીનો ઉપયોગ કરીને મોહનથાળ બનાવાનો નિર્ણય કર્યો છે.