દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી
કરવામાં આવે છે. જે દસ દિવસ દરમ્યાન ગણેશજીનું સવિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
ગણેશજીના મંડપ અને સ્થાનકને શણગારવામાં આવે છે. પરંતુ રાજકોટવાસીઓ આ બાબતે એક કદમ આગળ છે.
રાજકોટમાં રહેતા ઉમેશભાઈ, બંગડીનું
કામકાજ કરે છે. તે ત્રણ વર્ષ અગાઉ ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશજીની પ્રતિમા સાથે
ઉંદરને રાખ્યો હતો. જે માટે તે સફેદને ઉંદરને લઈને પોતાના ઘરે લાવ્યાં હતા. ત્યારથી
લઈને અત્યાર સુધીમાં ઉંદરોની સંખ્યામાં અનેકઘણી વધી ગઈ છે. અત્યારે અંદાજે છ ડઝન
ઉંદરો સાથે રહેતા ઉમેશભાઈને ત્યાં ભુતકાળમાં
દસ ડઝન ઉંદરો સાથે રહેતા હતાં. તેઓ હમેશા ઉંદરોનું ધ્યાન પરિવારના સદસ્યોની
જેમ રાખે છે.
સવારથી સાંજ સુધી દરમ્યાન ધ્યાન ઉંદરને
સાબુથી સ્નાન કરાવાની સાથે પૌષ્ટીક ખોરાક આપવાની જવાબદારી તેઓ જાતે જ નિભાવે છે. ઉંદરોને ખારોકમાં
બદામ, કાજુ સહિત આઈસ્ક્રીમ આપવાનું ભુલતા નથી. ઉંદરો પાછળ તેમનો મહિનાનો ખર્ચ 2000 રૂપિયો જેટલો થાય છે.
છેલ્લા અમુક વર્ષોથી આ ઉમેશભાઈને ત્યાંથી
રોજકોટવાસીઓ ઉંદર લઈ જાય છે. અને ગણેશ ઉત્સવ દરમ્યાન બાપ્પાની શોભામાં વધારો થાય
તે હેતુથી તેમને ગણેશજીની પ્રતિમા બાજુ ઉંદરો રાખે છે. જોકે પંડાલવાળા જણાવે છેકે
ઉમેશને ત્યાંથી જે સફેદ ઉંદર લઈને બાપ્પાની બાજુ મુકવામાં આવે છે તે એકની એક જગ્યાએ
સ્થિર રહે છે. જેથી કોઈ પ્રકારની અડચણ ઉભી થતી નથી. પરંતુ લોકો માટે આકર્ષણનું
કેન્દ્ર બની જાય છે. જેથી અમે દર વર્ષે ઉમેશભાઈને ત્યાંથી ઉંદરો લઈને ગણેશજીની
પ્રતિમાની બાજુ રાખવામાં આવે છે. ઉમેશભાઈ ઉંદરોને આપે છે તેની માટે કોઈ રૂપિયા
લેતા નથી. સેવા ભાવે ઉંદરોની સેવા કરી રહેલા ઉમેશભાઈ રાજકોટમાં ઉંદર મેન તરીકે
જાણીતા બન્યાં છે અને તે વાતે તેમને આનંદ છે.