એકવીસમી
સપ્ટેમ્બર એટલે વિશ્વ શાંતિ દિવસ. આ દિવસની ઉજવણી પ્રથમ વખતે વર્ષ 1982માં થઈ હતી.
જ્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ દિવસની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી
દ્રારા વર્ષ 1981માં થઈ હતી.
વર્ષ 2002 પહેલા આ દિવસની ઉજવણી સપ્ટેમ્બર
મહિનાના દર ત્રીજા મંગળવારે થતી હતી. પરંતુ વર્ષ 2002માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય
કાયદા બાદ તેની ઉજવણી દર વર્ષે 21 સપ્ટેમ્બરે કરવામાં આવે છે.
આ દિવસે સફેદ કબુતર ઉડાડીને શાંતિનો સંદેશ
આપવામાં આવે છે. ઉપરાંત બપોર દરમ્યાન એક મિનિટનું મૌન રાખવામાં આવે છે. દરેક ધર્મ
અને સંસ્કૃતિમાં સફેદ કબૂતરનું મહત્વ દર્શાવે છે. જેમાં સફેદ કબૂતર એ શાંતિનું
પ્રતિક છે. કેથલિક, યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં કબૂતરને શાંતિનું દૂત માનવામાં આવે છે.
આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના ન્યુ યોર્ક સ્થિત
મુખ્ય મથકમાં શાંતિ બેલ રાખવામાં આવ્યો છે. વિશ્વ શાંતિ દિવસની ઉજવણીની શરૂઆત આ
બેલને વગાડી કરવામાં આવે છે. આ બેલ દુનિયાભરમાંથી બાળકો દ્વારા એકઠા કરવામાં આવેલા
સિક્કાઓને પીગાળીને બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના સંયુક્ત રાષ્ટ્ર એસોસિયેશન
દ્વારા આપવામાં આવેલી ભેટ છે. જે યુદ્ધના દુષ્પરિણામોનો અહેસાસ કરાવતો રહે છે. આ
બેલ પર `વિશ્વ શાંતિ અમર રહો' સૂત્ર કંડારવામાં આવ્યું છે.