ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ગુજરાત બંધનો મિશ્ર પ્રતિસાદ

શુક્રવારે મહાવીર જયંતિના દિવસે કોંગ્રેસ નવ વર્ષ બાદ ગુજરાત બંધનું એલાન આપ્યું ત્યારથી જ  રાજ્ય સરકારે બંધને પગલે કડક કાર્યવાહી કરવાની નેમ સાથે  જિલ્લા  કક્ષાએ કડક કાર્યવાહી કરવાના હુકમો કરી દીધા હતાં. બીજી તરફ કોંગ્રેસને જાણે પોતાનું શક્તિ પ્રદર્શન કરવાની તક મળી, પરંતુ બન્ને આંખલાઓની લડાઈમાં પ્રજાને ભોગ બનવું પડ્યું છે.


બંધના દિવસે વહેલી સવારથી જ બંધની મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. બંધના અગાઉના દિવસે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું પુતળા દહન થવાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી દેતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જેની અસર વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાન જોવા મળી. જ્યાં પ્રાઈવેટ બસોમાં તોડફોડ થવા પામી. જેથી વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાનથી જ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.

જોકે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી છે. વહીવટી તંત્ર અને  પોલીસ તંત્ર બંધને નિષ્ફળ કરવા માટે પ્રયત્નો બે દિવસથી અગાઉથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતાં. ડી.જી વણઝારાએ લખેલા રાજીનામા પત્રથી વિરોધીઓને રાજ્ય સરકારને તક મળી ગઈ છે. જેથી હત્યારી અને ભષ્ટ્રાચારી ભાજપની મોદી સરકારે રાજીનામું  આપવું જોઈએ તેની માગ સાથે કોંગ્રેસ આજ શુક્રવારે મહાવીર જંયતિના દિવસે બંધનું એલાન આપ્યું છે.

ગુરૂવારે કોંગ્રેસ અમદાવાદ ખાતે ગુજરાત બંધને અનુલક્ષીને વરિષ્ઠ નેતા શંકરસિહ વાઘેલા, પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને અન્ય નેતા દ્રારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ભાજપને ટાંકીને કોંગ્રેસી કાર્યકર્તાઓને સચેત તેમજ સરકારી અધિકારીઓને ભાજપના કાર્યકર્તાઓ ન બનાવી સલાહ આપી હતી.

જોકે બંધની અસરથી અમદાવાદના મુખ્ય બજારો રાતે સાડા અગિયાર વાગ્યે સાવચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્રારા બંધ કરાવી દેવામાં આવ્યા હતાં. તો વડોદરા શહેરમાં બે ત્રણ ઠેકાણે પ્રાઈવેટ બસોમાં તોડફોડ શરૂ થઈ ગઈ હતી. જેને પગલે વડોદરા શહેર ખાતે રાતોરાત તંત્રને કડક સુરક્ષા ગોઠવી દેવાની ફરજ પડી હતી.

બંધના એલાનને પલગે પોલીસે રાજ્યભરમાં રેડએલર્ટ જાહેર કરી દીધું હતું. તો બીજી તરફ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ દ્રારા અગાઉથી વિવિધ મંડળો અને સંગઠનોને પોતાનું કામકાજ ચાલુ રાખવાની લેખિતમાં અરજી લેવામાં આવી હતી. અને બંધના દિવસે પુરતી સુરક્ષા ખડી કરી દેવામાં આવશે તેવો વિશ્વાસ પણ આપવામાં આવ્યો હતો. જોકે તંત્રએ આદેશ પણ આપી દીધા હતા કે જો કોઈ ફરજીયાત બંધ કરાવતા નજરે પડે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

વડોદરામાં કોંગ્રેસના શહેર પ્રમુખની અટકાયત કરી દેવામાં આવી હતી. દાહોદામાં જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય અને 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી હતી. નર્મદામાં બંધને સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હોવાના સમાચાર છે. અંકલેશ્વરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વિરમગામમાં ધારાસભ્ય સહિત ત્રીસ કાર્યકર્તોઓની અટકાયત કરવામાં આવી હતી.  અમદાવાદમાં 10 જેટલી એએમટીએમની બસો પર પથ્થરમારો થયો હતો. જુહાપુરામાં બંધની અસર જોવા મળી હતી. વડોદરામાં ટ્રેન રોકો, તેમજ અમુક શાળાઓમાં બંધ તેમજ ટાયર સળગાવીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.


નવ વર્ષ બાદ કોંગ્રેસે ગુજરાતમાં બંધનું એલાન આપ્યું છે. જેની અસર દેખાય તે માટે હજારો કાર્યકર્તાઓ રોડ ઉપર આવી ગયા હતા. જુનાગઢમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. સુરતમાં બજાર બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જુનાગઢ. તાપી અને ગાંધીધામમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. અમદાવાદના બહેરામપુરામાં રૂટ નંબર 117ની બસના કાચ તોડી નાંખવાનો બનાવ બન્યો હતો. ચરોતર પંથકમાં નડિયાદ શહેર ખાતે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો તો આણંદ શહેરમાં થોડી ઘણી કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ પ્રમુખની અટકાયતો થવા પામી હતી.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |