ડી.જી વણઝારાનો રાજીનામું પત્ર વિરોધીઓ માટે મોદી સરકારને સાણસમાં લેવાની ઉત્તમ તક હતી અને તેની અસર રાજ્યસભા સુધી દેખાઈ તેવા સમયે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો ન આવે તે અશક્ય બાબત છે. મહાવીર જયંતિના દિવસે નવ વર્ષ બાદ કોંગ્રેસ જાગી અને ગુજરાત બંધનું એલાન કરી દીધું પરંતુ હકીકત કંઈક અલગ છે. ગ્રામીણ ક્ષેત્રના આમ નાગરિક જેને કોઈ પક્ષ પાર્ટી સાથે મતલબ નથી . જે માત્ર ચૂંટણી ટાંણે પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરે છે તેને તો આ બંધ કેમ રાખ્યો છે તેની પણ ખબર નથી.
એક તરફ દેશમાં મોંઘવારી ુવધી રહી છે. જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે તેની સામે રોજગારીમાં કોઈ વધારો થયો નથી. તેવી પરિસ્થિતિમાં રાજનૈતિક સ્ટંટ સાથે આમ આદમી જોડાવા તૈયાર નથી. માત્ર બજારો બંધ કરીને કોઈ રાજકીય પાર્ટી માનતી હોય કે જનતા તેમની સાથે છે તે તદ્દન ખોટી વાત છે. ગ્રામીણ ક્ષેત્રની પ્રજા બંધનું એલાન અને ત્યારબાદ શહેરી વિસ્તારોમાં તોડફોડ જોઈને ચિંતામાં મુકાઈ ગઈ.
ગ્રામીણ ક્ષેત્રમાંથી મોટાભાગના નાના બાળકો હવે શહેરોમાં ભણવા જાય છે જેમકે નડિયાદ પંથકની આજુબાજુના ગામડાંઓના વિધાર્થીઓ નડિયાદ અને આણંદ શહેર સુધી પ્રાઈવટ વાનમાં અવર જવર કરતા હોય છે. આ વાલીઓ ચિંતમાં મુકાઈ ગયા હતાં તેમના નાના બાળકો તેમનાથી દૂર બંધના દિવસે મોકલવા કે નહીં તે બાબતે અવઢવમાં હતા. તેમ છતાં જે પ્રકારે સરકાર બંધને નિષ્ફળ કરવાના પગલે કડક વલણ અપનાવી રહ્યું હતું તેના આધારે ભરોસો રાખીને આજે અનેક વાલીઓએ સાહસ કરીને પોતાના બાળકોને શાળાઓમાં મોકલ્યાં છે.
તો બીજી તરફ આમ નાગરિકને આજે બજારમાં ખરીદી કરવા જવું કે નહીં તે બાબતે અવઢવમાં મુકાઈ ગયા હતા. જેથી સવાર સુધી પરિસ્થિતિને જોઈ અને બંધની કોઈ અસર ન જણાતાં તેઓ ખરીદી કે અન્ય કામકામજ માટે બહાર નીકળવાની ફરજ પડી હતી. તો જૈન સમાજનો આજે અત્તિ મહત્વનો દિવસ છે. આજે મહાવીર જયંતિ છે અને તે જ દિવસે ગુજરાતભરમાં આ પ્રકારનું અશાંતિનું વાતાવરણ સર્જાય તેવી તેમને આશા રાખી ન હતી. તેમ છતાં તો બે આંખલાઓ વચ્ચેની લડાઈ હતી. જેમાં ભોગવ્યું આમ આદમીએ છે.
લોકો શું કહે છે ?
કેન્દ્ર સરકારની વિરોધમાં અનેક સુર ઉઠ્યાં હતા. તે વખતે બાબા રામદેવ, અન્ના હજારે આંદોલન દરમ્યાન કેન્દ્ર સરકાર અને કરોડોની સંખ્યામાં આંદોલનકારીઓ આમને સામને અનેક વખત આવી ગયા હતાં તે વખતે કેન્દ્ર સરકારે અવાજ ને દબાવા માટે કેવી નીતિ અપનાવી હતી તે જગજાહેર છે. તે બાબતે રાજનેતઓએ ધ્યાને રાખીને બંધનું એલાન કરવાની જરૂરિયાત હતી.
લોકોના મતે આ બંધનું એલાન પ્રજાહિતમાં નથી, આ એક પ્રકારનું અકારણ ઉભું કરાવામાં આવેલ પોલિટિક્લ સ્ટંટ છે જેથી તેને સમર્થન કરવાનું મન થતું નથી. જ્યાં જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં ત્યાં બંધ જોવા મળે તે નવાઈની વાત નથી. પરંતુ જ્યાં ભાજપ સક્રિય છે તેવા વિસ્તારોમા લોકો સ્વયંભૂ જોડાય તો ખરેખર બંધને સાર્થક કહેવાય.
અમુક નાગરિકો તેમ જણાવી રહ્યાં છે કે કોંગ્રેસે જો મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારના વિરોધમાં બંધનું એલાન આપ્યું હોત તો દરેક નાગરિક તેમને સાથ સહકાર આપે.
તો અમુક નાગરિકો તેમ જણાવી રહ્યાં છે કે રાજ્ય સરકારે કોઈ પણ રાજકીય પાર્ટીને આંદોલન કરવાની છુટ આપવી જોઈએ અને તે માટે દમનનીતિ અપનાવીને રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ . કારણે કે જનતા સર્વોચ્ચ છે અને તે જ કોઈ પણ આંદોલન કે બંધ માં જોડાય કે તેનો બહિષ્કાર કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે. કોઈ પણ બંધ કે આંદોલનને રાજ્ય સરકારે પોતાના વિરોધનું વંટોળ માનીને ડામવાની કોશિશ ન કરવી જોઈએ પરંતં જનતાની ભાવનાને સમજાવાની કોશિશ કરવી જોઈએ.
તો અમુક નાગરિકો તેમ જણાવી રહ્યાં છે કે રાજ્ય સરકારે કોઈ પણ રાજકીય પાર્ટીને આંદોલન કરવાની છુટ આપવી જોઈએ અને તે માટે દમનનીતિ અપનાવીને રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ . કારણે કે જનતા સર્વોચ્ચ છે અને તે જ કોઈ પણ આંદોલન કે બંધ માં જોડાય કે તેનો બહિષ્કાર કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે. કોઈ પણ બંધ કે આંદોલનને રાજ્ય સરકારે પોતાના વિરોધનું વંટોળ માનીને ડામવાની કોશિશ ન કરવી જોઈએ પરંતં જનતાની ભાવનાને સમજાવાની કોશિશ કરવી જોઈએ.