નડિયાદ શહેરની વૈશાલી ટોકીઝ સામે આવેલ ગરનાળા
ઉપરથી પસાર થતી રેલવે લાઈન ઉપર કોઈ ટીખળબાજે બુધવારની રાતે રાતના અરસામાં બાજુમાં
કાઢી નાંખવામાં આવેલ પાટો ટ્રેક ઉપર મુકી દીધો હતો. સદ્દનસીબે આ ગાળા દરમિયાન માલ
ગાડી કે ટ્રેઈન પસાર થઈ ન હતી.
આ વખતે કોઈ અજાણ્યા વ્યક્તિએ રેલ્વે પોલીસને જાણ
કરતાં આર.પી.એફના જવાનો ઘટનાસ્થળે દોડી
ગયા હતા. અને તેમણે તાત્કાલીક રેલ્વે ટ્રેક પર જઈ મુકવામાં આવેલ લોખંડનો મોટો પાટો
ઉઠાવી લીધો હતો. ત્યારે તંત્રને હાશ થઈ હતી.
જે પ્રકારે ટ્રેક પર પાટો મુકવામાં આવી હતી તેને જોતાં લાગી રહ્યું છે કે કોઈ ટીખળબાજ નડિયાદમાં નાના-મોટા ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોય. જેથી તંત્ર સક્રિય બને અને આ પ્રકારના ટીખળબાજને પકડીને જેલ હવાલે કરે તે જરૂરી બની ગયું છે. ગત રોજ નસીબ સારું હતું કે કોઈ મોટી દુર્ધટના બને તે પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિને જાણ થઈ જતાં તેણે યોગ્ય સ્થળે સંપર્ક કરીને જણાવી દીધું.