ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

તીસરી આંખે હોટલને પાઠ ભણાવ્યો

ફૂડ પોઈઝનીંગના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ અનેકવાર બનતી હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં એક જાગૃત નાગરિકે ખ્યાતનામ હોટલની લાપરવાહી  ઉજાગર થતાં હોટલને જણાવ્યું પરંતુ હોટલ પોતાની ભુલનો અસ્વીકાર કરવાને બદલે પોતાનો રાગ આલાપી રહ્યું હતું. જેથી અંતે કાયદેસરની કાર્યવાહી થતાં હોટલનું કડક વલણ નરમ બન્યું હતું.


પત્રકારોના મતે ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. એક તરફ પૂર અને વધેલી મુશ્કેલીઓને પોતાના કેમેરા કેદ કરવા માટે પત્રકારો દિવસ દરમ્યાન આમ તેમ ફરતા રહે છે. તેવી પરિસ્થિતિમાં સવારના સમયે એક પત્રકાર તેમના સાથી પત્રકાર સાથે ગરમાગરમ સુપ આરોગવા માટે વાપીની ખ્યાતનામ હોટલમાં ગયા હતા.



મળતી માહિતી મુજબ, ગરમાગરમ સુપનો ઓર્ડર આપીને બન્ને પત્રકાર નિરાંતે વાતચીત કરી રહ્યાં  હતાં. તેમાં અચાનક ટેબલ ઉપર આવેલા  સુપમાં કીડા જોઈને ચોંકી ગયા હતા. પ્રારંભિક તબક્કે લાગ્યું કે કદાચ વાતાવરણ એવું છે જેથી કદાચ નાના-મોટા કીડાઓનો ઉપદ્રવ વધી ગયો હશે. જેથી આ બાબતે મેનેજરને જાણ કરીને બીજી વખત સુપ મંગાવાની ફરજ પડી હતી. જ્યારે બીજી વખત સુપ આવ્યું ત્યારે પણ તે પ્રકારના નાના કીડા સુપમાંથી નીકળતા પત્રકારોએ આ બાબતે ફરીથી મેનેજરનો સંપર્ક કર્યો. 

હોટલની બેદરકારી છતી થતાં મીડિયાકર્મી હોટલ મેનેજરને હોટલની ચીજ વસ્તુઓ બનાવતી વખતે તકેદારી લેવાનું જણાવ્યું હતું. જેથી ભડકેલા મેનેજર અને સ્ટાફે દોષનો ટોપલો સ્વીકાર  કરવાને બદલે ભડકી ગયો. જેથી પત્રકારોએ એક જાગૃત નાગરિક તરીકે કલેક્ટર કચેરી અને જિલ્લા ફૂડ વિભાગને સત્વરે જાણ કરી. જેથી તંત્ર સમયસર હોટલ પહોંચી ગયું અને જરૂરી કાર્યવાહીના ભાગરૂપે હોટલમાં બની રહેલી તમામ ચીજ વસ્તુઓનો સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી દીધા હતાં. અને આ બાબતે હોટલને કાયદેસરની નોટિસ આપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.

Tejas Desai, Reporter,Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |