ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સરકારી બાબુઓ જાગ્યાં, તંત્રએ આપ્યું હાઈ એલર્ટ

શનિવારની સાંજથી શરૂ થયેલા વરસાદની અસર મંગળવારે ઠેર ઠેર ભરાયેલા પાણી સ્વરૂપે જોવા મળી. અને બુધવુારે તો ભરાયેલા પાણીએ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. ઠેર ઠેર પડેલા ઝાડ અને છલોછલ કાંસ, તળાવો, નહેરોથી સ્થાનીય ગ્રામીણ લોકો સહિત શહેરીજનોમાં પણ ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ તંત્રને જાણે હવે હાઈ એલર્ટ દેખાઈ રહ્યો છે. અને તાકીદે દરેક વિભાગને કામગીરી કરવાના આદેશ આપ્યાં છે.


સાઈક્લોનિક લો-પ્રેશરની અસર મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓ આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાઓમાં અસર કરશે તેવી સુચના જિલ્લા તંત્રને મળતાં જ આણંદ જિલ્લા કલેક્ટર ડૉ. રાહુલ ગુડ્ડાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક હતી. જેમાં અધિકારીઓને એલર્ટ રહેવા તેમજ અગમચેતીના તમામ પગલા લેવા જણાવ્યું હતું.

આજે 25મી સપ્ટેમ્બરે કલેક્ટર ખાતે યોજાયેલ બેઠકમાં આણંદ જિલ્લા કલેક્ટર ડૉ. રાહુલ ગુડ્ડાએ જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમ્યાન આણંદ જિલ્લામાં સાઈક્લોન લો-પ્રેશરની અસરના કારણે ભારેથી અત્તિભારે વરસાદ થવાની સંભાવના ચે. જેથી મહીકાંઠાના 36 ગામનો એલર્ટ કરવામાં આવ્યા છે.













જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો નીચાણવાળા 36 ગામોના અસરગ્રસ્ત કુટુંબોને નજીકની પ્રાથમિક શાળાઓ કે હાઈસ્કૂલોના મકાનમાં સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવી પડશે. જેથી આવા સંજોગોમાં અસરગ્રસ્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે , ભોજન વ્યવસ્થા સમયસર થાય તે માટે પુરવઠા અધિકારી આવા ગામો ખાતે પુરવઠો સમયસર પહોંચે તેવી વ્યસવસ્થા ગોઠવવા સુચના આપી હતી.

આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ દવાનો જથ્થો તૈયાર રાખવો અને ગ્રામ પંચાયતો ખાતે તલાટી ક્મ મંત્રીઓએ હેડક્વાર્ટર્સ છોડવું તેમ જણાવ્યું હતું.

જિલ્લાના ગામોમાં વીજ પુરવઠો સતત ચાલુ રહે તે જોવા જી.ઈ.બી.ના અધિકારીને સુચના આપી હતી. આણંદ જિલ્લાના અધિકારીઓ આગામી 48 કલાક દરમિયાન હેડ ક્વાટર્સ છોડવું નહીં તથા જિલ્લાના ડીઝાસ્ટર શાખાના સંપર્કમાં રહી ગ્રામ્ય કક્ષાની જાણકારી પુરી પાડવી તેમ જણાવ્યું હતું.

આણંદ જિલ્લાની આમ જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે શહેરી વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય ત્યાં નગરપાલિકા દ્રારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તે જોવા ચીફ ઓફિસરોને સુચના આપી હતી. હાઈવે ઉપર તથા આણંદ જિલ્લામાં ક્યાંય પણ રસ્તાઓ વચ્ચે ઝાડ પડે ત્યારે સમયસર ઝાડ હટાવવાની કાર્યવાહી કરવા ફોરેસ્ટ વિભાગને જણાવ્યું હતું.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |