જ્યારે પણ
ચોમાસા દરમ્યાન વરસાદ પોતાની સીમા ઓળંગે છે ત્યારે દરેક વખતે પરિસ્થિતિ કાબૂ બહારની બની જાય
છે. ઠેર ઠેર પાણી ભરાય જાય અને નાના મોટા શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો નિકાલ મોટો પ્રશ્ન બની જાય છે. વિકાસની વાતો માત્ર પોકળ સાબિત થાય છે. અમદાવાદ જેવા
શહેરો પણ ચાર ઈંચ વરસાદમાં છલોછલ થઈ જાય છે. જ્યારે ચરોતર પંથકમાં નડિયાદ, આણંદ
જેવા શહેરો માટે બે ઈંચ વરસાદ પણ વધારે છે. તેવી પરિસ્થિતિમાં આ બાબતે જાગૃત નાગરિકો સહિત સરકારી નિવૃત અધિકારો પાસેથી અમે આ મુશ્કેલીના નિવારણ અંગે મંતવ્યો
જાણ્યાં.

કાંસની ડિઝાઈન
બદલવી જરૂરી
જ્યારે અમુક
જાગૃત નાગરિકોના મતે રાજ્ય સરકારની સિંચાઇ યોજના હસ્તકના નિર્મિત વરસાદી પાણીના
નિકાલના કાંસો ૨૦ મી.મી.ની ડીઝાઈન મુજબ બનાવેલા હોય છે, એટલે એક ઈંચ વરસાદ પડે તો તેનો નિકાલ આ કાંસો સારી રીતે કરી શકે,
અને જો વધારે વરસાદ પડે તો તે પાણી જે તે
વિસ્તારોમાં ભરાયા બાદ જ વિસ્તારને જળબંબાકાર કરીને નુકશાન કર્યા બાદ જ ધીમે ધીમે
નિકાલ થાય છે. હાલમાં વરસાદની વૈજ્ઞાનિક અને ભૌગોલિક બદલાયેલી પરિસ્થિતિઓને નજરમાં
રાખીને જ સ્થાનિક તંત્ર દ્વારા શહેરી વિસ્તારને અડીને જતાં કાંસોની ડીઝાઈન મોડીફાઈ
કરવા સરકારમાં અસરકારક રજૂઆત થવી જરૂરી છે.
સ્થાનિક કક્ષાએ
આપતકાલીન વ્યવસ્થાપન તંત્ર વધારે સંગીન અને અધતન હોવું ઇચ્છનીય જ નહી પણ અતિઆવશ્યક
છે. નગરના જુના વરસાદી પાણીના નિકાલોની
પુનઃ ચકાસણી કરીને તેને અનુરૂપ વરસાદી નિકાલના કાંસો/સ્ત્રોતોનું આયોજન જરૂરી છે.
જરૂર જણાય તો શેહશરમ બાજુએ મુકીને કોઈ જગ્યાએ આ વરસાદી પાણીના જુના નિકાલમાં
અવરોધો ઉભા થયા હોય તો તેને સત્વરે દુર્ કરવાની અને ભવિષ્યમાં પણ પુનઃનિર્મિત ન
થાય તે અંગે કડક કાયદો કરવો જરૂરી છે.
ગ્લોબલ વોર્મિગ
મુદ્દે સક્રિય કામગીરી
એન્વાયર્નમેન્ટ
કન્ઝર્વેશન માટે નક્કર પ્રોગ્રામ અને કડક કાયદાની જોગવાઈઓ કરીને બિનકાયદેસર
વૃક્ષછેદન તથા ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો ઉભા કરતાં મુદ્દાઓના નિવારણ અંગે જન
જાગૃતિ અને એન.જી.ઓ.ને મધ્યસ્થી બનાવીને કામગિરી કરવી ખાસ આવશ્યક છે.