યૌનશોષણના આરોપી આસારામ બાપુની જોધપુર પોલીસે
ધરપકડ કરી છે. ઈન્દોર આશ્રમથી રાતે 12.25 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. જોકે ધરપકડ
દરમ્યાન આશ્રમ ખાતે સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આસારામની ધરપકડ બાદ તેમને એરપોર્ટ લઈ જવામાં
આવ્યાં હતા. અને ત્યાં વિશ્રામગૃહ ખાતે રાખવામાં આવ્યાં હતા. અને સવારે ઈન્દોરથી રેગ્યુલર
ફ્લાઈટથી દિલ્હી જવામાં આવશે અને ત્યાં દિલ્હીથી જોધપુર લાવવામાં આવશે. આસારામે અઠવાડિયા દરમ્યાન અંદાજે ત્રણ હજાર કિલોમીટરની યાત્રાઓ કરી છે. જ્યારેથી યૌનશોષણની ફરિયાદ થવા પામી હતી ત્યારથી આસારામ, સુરત, અમદાવાદ, ઈન્દોર, ભોપાલ, જોધપુર જેવા શહેરોમાં વારાફરતી ફરતા રહ્યાં. જે દરમ્યાન અનેક બહાનેબાજી થઈ. સવારે તબિયત ખરાબ બતાવી તો સાંજે એરપોર્ટ ખાતે દેખાયા. જેલને પણ વૈકુંઠ ગણાવી રહેલા આસારામની ઈશ્વરે ઈચ્છા પુરી કરી છે. શનિવારની મધરાતે જ આસારામને ખરેખર વૈકુંઠના દર્શન કરાવી દીધા. જોકે આ તમામ આસારામ રચિત કથાનો મધ્યભાગ છે. અને હજુ અંતિમ ચરણ એવું ન્યાયિક પ્રકિયા બાકી છે. આ તો માત્ર ધરપકડ થઈ છે અને ત્યાર બાદની ન્યાયિક પ્રક્રિયા કેવો રંગ લે છે તે જોવાનું બાકી છે.
યૌન શોષણના ફસાયેલા આસારામને કોઈ રાજનૈતિક પાર્ટી કે પછી સાધુ સંતો દ્રારા ખુલ્લી રીતે સમર્થન મળ્યું નથી. જે પાર્ટીએ શરૂઆતમાં સાહસ કર્યુ હતું તેને પણ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. જોકે પીડિતાના પિતાએ આસારામની ધરપકડ થયા બાદ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પરંતુ હજુ આસારમ પર આરોપો સાબિત થવાના બાકી છે.
જ્યારે જોધપુર ખાતે પીડિતાએ પોલીસ ફરિયાદ કરી ત્યારે બાપુએ અમદાવાદમાં મીડિયા સમક્ષ પોતાના સમર્થકોની હાજરીમાં બફાટ કર્યો હતો. જેમાં તેમણે પોતાને મહાનવિભુતિઓ સાથે સરખાવી હતી. અને પોતે જાણે કાયદાથી ઉપર હોય તેવું વર્તન કરતા જણાયાં. પરંતુ જ્યારે એક પછી એક ટેકેદારો ઓછા થયા ત્યારે સમર્થકો ઉશ્કેરાય તે પ્રકારે ભાષણબાજી શરૂ થઈ પરંતુ તે પણ રંગ ન લાવી. તો બાપુ કાનુની દાવપેચ રમાવાના ઈરાદે ખરાબ તબિયત, માનસિક ચિંતા જેવા બહાનાબાજી તેમના પુત્રના સહારે વહેતી કરી પરંતુ તે પણ કામે ન લાગી. આસારામની સૌથી મોટી ભુલ એક જ હતી કે તેઓ ભુલી ગયા હતાં કે તે એક ભારતીય નાગરિક છે અને પછી સંત,ગુરૂ,મહાત્મા,ઈશ્વરીય અવતાર છે.
રાકેશ પંચાલ

News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com