ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આણંદનો બિલ્ડર ભૂર્ગભમાં ઉતરી ગયો


વડોદરા ખાતે અટલાદરા વિસ્તારમાં વુડા, માધવનગરમાં મોતના મકાનોએ 11 વ્યક્તિઓના જીવ લીધા હતાં. આ મકાન બાંધનાર કોન્ટ્રાક્ટર કે.આર.મકવાણી આણંદના રહેવાસી છે. આ કૃત્ય બહાર આવ્યા પછી તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.

આણંદ ખાતે પાયોનીયર સ્કુલની પાછળ રંગોલી કોમ્પલેક્સમાં આવેલી તેમની ઓફીસે પણ તેઓ હાજર રહેતા નથી. મળતી વિગતો પ્રમાણે કે.આર.મકવાણાએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ યોજના હેઠળ પણ રાજ્યમાં પોલીસ માટેના આવાસોનું બાંધકામ સહતિ ધણા બાંધકામો કર્યા છે. 

આ સિવાય વાસદ પોલીસ મથક અને વડોદરા સીટી પોલીસ મથકનું બાંધકામ પણ તેમણે કર્યું છે. આણંદના પ્રજાપતિ સમાજમાં મોવડી બનેલા અને સામાજી પ્રવૃતિમાં આગળ રહેતા કે.આર.મકવાણા પાસે બે વૈભવી બંગલા  આણંદ નવા બસ મથક પાછળના વિસ્તારમાં છે. કનું મકવાણી ઉર્ફે કે.આર.મકવાણા સામે પોલીસે વુ઼ડાના અટલાદરા ખાતેની બે બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ ગુનો દાખલ કર્યો છે.

જોકે જ્યારથી મકાનો ધરાશાયી થયા ત્યારથી કે.આર.મકવાણાનો કોઈ પત્તો નહીં હોવાની માહિતી મળી રહી છે. તેઓના ઘરે પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે તેઓ ચાર પાંચ દિવસથી બહારગામ ગયા છે. બીજી તરફ તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. એટલે સમજી શકાય કે તેઓ ભૂર્ગભમાં ચાલી ગયા છે.

એવી ચર્ચા ચાલી રહી છેકે પોલીસ આવાસના સંખ્યાબંધ કોન્ટ્રાક્ટ્રો લેનાર કનુ મકવાણા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. અને તેમનો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે ઘરોબો છે. રાજ્ય સરકારે જે નવા મકાનો બાંધવાની જાહેરાત કરી છે તેનો કોન્ટ્રાક્ટ પણ મેળવવા તેઓ રસ લઈ રહ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે વડોદરા-માધવનગરના મકાનો બાંધવા માટે સૌથી ઓછા ભાવે ટેન્ડર ભરનાર કે.આર.મકવાણાને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. માધવનગરમાં 458 ફ્લેટનું બાંધકામ 1999થી 2002ના વર્ષ દરમ્યાન કરવામાં આવ્યું હતું.  આ પૈકીના 2 બિલ્ડીંગ જન્માષ્ટમીના દિને ધરાશાયી થયા હતાં

કે.આર મકવાણાએ 954 આવાસનુ બાંધકામ કર્યુ છે. તે તમામની તપાસ જરૂરી બની ગઈ છે. માધવનગર આવાસ યોજનામાં તૂટી પડેલાં બ્લોક નંબર 10 અને 11 ઉપરાંત તમામ 458 આવાસ આણંદના કોન્ટ્રાક્ટર કે.આર, મકવાણાએ બનાવ્યા હતાં. આ ઉપરાંત કે.આર.મકવાણાએ  ગોત્રી દીનદયાળ નગર-1ના 504 પૈકી 216 અને દીનદયાળ નગર-3ના 504 પૈકી 216 અને દીનદયાળ નગર-3ના 806 મકાનો મળીને કુલ 954 આવાસોનું બાંધકામ કર્યું છે. આ કોન્ટ્રાક્ટરે બનાવેલા હલકી ગુણવત્તાના આવાસોએ 11ના ભોગ લેતાં વુડાએ તેના તમામ આવાસોનું ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છેકે નડિયાદની બિલોદરા જેલમાં પણ અગાઉ તેમની નબળી ગુણવત્તાનો મુદ્દો ચગ્યો હતો અને બિલોદરા જેલ પણ તેમણે જ બાંધી હતી.

રાકેશ પંચાલ ( ફોટો - રાજેશ ચાવડા )
News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |