રાજસ્થાનમાં
થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાવો તેજ બની ગયો છે. દસમી સપ્ટેમ્બરે જયપુરથી
મોદીએ નેતા, નિયત, નીતિ, નૈતિક્તા વિહોણી કોંગ્રેસ
કહીને પડકાર કર્યો તેના વળતો જવાબ 11મી
સપ્ટેમ્બરે ઉદેયપુરથી આપ્યો. જેમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસની નિયત,નીતિ, નૈતિક્તા સાબિત કરવા ખાદ્ય સુરક્ષા
બિલનો સહારો લીધો.
કોંગ્રેસના
ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ “ દો ચાર રોટી ખાયેંગે કોંગ્રેસ કો લાએંગે”નારો આપીને
મોંઘવારી સામે પિસાઈ રહેલી પ્રજામાં પ્રાણ ફૂંકવાની કોશિષ કરી. આ ઉપરાંત નિયત, નીતિને સાબિત કરવા માટે
ખાદ્ય સુરક્ષા બિલને સહારે વિપક્ષને આડે હાથે લીધી. જેમાં તેમણે કહ્યું કે વિપક્ષે
ખાદ્ય સુરક્ષા બિલને લઈને સતત વિરોધ કર્યો
ઉપરાંત યોજના માટે પૈસા ક્યાંથી આવશે તેવા સવાલ ઉઠાવ્યાં તેમ છતાં
કોંગ્રેસે આ બિલ પાસ કર્યું. દેશના લોકોને
ભોજનનો અધિકાર આપ્યો.આ ઉપરાંત દેશની સરખામણી અલગ અલગ ફૂલો વાળા ગુલદસ્તા સાથે સરખાવ્યો.
અને જણાવ્યું કે ગુલદસ્તાનું દરેક ફૂલ
ખીલે અને ચમકે તેવી ઈચ્છા કોંગ્રેસ પાર્ટી ધરાવે છે.
રાહુલ V/s મોદી
જોકે રાજનીતિના જાણકારો માને છે કે
વડાપ્રધાન મનમોહનસિંહએ મીડિયા સમક્ષ આપેલા
નિવદેનથી સ્પષ્ટ્ર છેકે લોકસભાની ચૂંટણી વર્ષ 2014માં તે વડાપ્રધાન પદના ઉમેદવાર
તરીકે પ્રોજેક્ટ થાય તેની શક્યતાઓ ઘણી ઓછી છે. તેવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાસે એક
જ વિકલ્પ બચે છે. દરેક નેતાની નજર કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી સામે છે. જોકે
અનેક વર્ષો સુધી સંગઠનના કામની જવાબદારી લઈને ફરી રહેલા યુવરાજને વર્ષ 2014ની
ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ સામે આરપારની લડાઈ લડવી પડશે.
એક તરફ ભાજપ દરેક વિધ્નો દૂર કરીને માસ્ટર
સ્ટ્રોક નરેન્દ્ર મોદીને લઈને ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીઓ કરી લીધી છે. તેવી પરિસ્થિતિમાં દેશમાં વધેલી મોંઘવારી અને
કથળી આર્થિક સ્થિતિનો બોજ લઈને યુવરાજને સશક્ત નેતૃત્વની ખાત્રી આપવી પડશે. યુપીએ
સરકારના વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહનું નેતૃત્વ સામે અનેક વખત આંગળીઓ ઉઠી છે. તેવી
પરિસ્થિતિમાં કોંગ્રેસ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોને લાવશે તે પણ સવિશેષ છે. અન્ના હજારેના
આંદોલન વખતે કોંગ્રેસના ધણાં નેતાઓએ પ્રજાના મનમાં કડવાશ ભેળવી દીધી છે.
ભાજપનું ધ્યાન આ વખતે યુવા મતદારો તરફ
રહેલું છે. લધુમતિઓના વોટની કસર ભાજપ યુવા મતદારોને જાગૃત કરીને પુરી કરવા માંગે
છે. તો બીજી તરફ કોંગ્રેસ પોતાનો જુનો દાવ ખેલી રહ્યો છે. અને કદાચ તે રણનીતિને
ધ્યાને રાખે ગરીબ લક્ષી યોજનાઓ એક પછી એક આવી રહી છે.
યુવરાજ અંગેના મંતવ્યો
યુવરાજ અંગેના મંતવ્યો
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી મોટાભાગે
પડદાની પાછળ રહ્યાં છે. જ્યારે મોદી પ્રહાર અહ્ય બને ત્યારે જવાબ આપી ગાયબ થઈ જાય
છે. જ્યારે તેની સામે મોદી સતત સંપર્કમાં
રહેનારા નેતા છે. યુવાવર્ગમાં લોકપ્રિય છે. જોકે રાહુલ ગાંધી માટે યુવાવર્ગને
આકર્ષવું ઘણું સરળ હતું તેમ છતાં દેશના યુવાવર્ગને આકર્ષી શક્યા નથી. જ્યારે મોદી
યુવાવર્ગની સાથે સ્ત્રીઓમાં પણ ધણાં લોકપ્રિય નેતા છે.
ગરીબો મુદ્દે વારંવાર નિવેદનો આપવા
ટેવાયેલા રાહુલ ગાંધીને નવી દિશા અને ચાર રોટી ખાયેંગેથી બહાર નીકળી વિકાસની વિપુલ
તકો બતાવાની જરૂરી છે. તો જ એક ગંભીર નેતા તરીકેની છાપ ઉભી થશે.