તંત્રની પાયાની ફરજ પ્રાથમિક સુવિધાઓ પુરી
પાડવાની છે. પરંતુ જાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાયાની ફરજ ભુલી જઈને
ચાંદખેડાના રહીશોને બિમારીઓમાં ધકેલવા માટેનું મન બનાવીને બેઠું છે.
છેલ્લા અનેક
સમયથી ચાંદખેડામાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણી અત્યંત ગદું આવી રહ્યું છે. જેનો
વપરાશ પીવાના પાણી તરીકે કરી શકાય તેમ નથી. ચાંદખેડામાં પાણી વિતરણની જવાબદારી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોજના વિભાગ દ્રારા સંભાળે છે. સ્થાનીય રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા અનેક
મહિનાઓથી ચાંદખેડામાં તેમના વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે. જેથી મોટા ભાગે લોકો
પથારીવસ બન્યા છે. જેમાં કમળો, મરડો જેવા જીવલેણ રોગ અનેક લોકોને અત્યારસુધીમાં થઈ જવા પામ્યો છે. દરેક ઘરમાં એક પછી બીજુ સદસ્ય બિમાર થઈ રહ્યું છે. જેથી અમે
કંટાળીને ગંદા પાણીની ફરિયાદ લેખિત અને મૌખિક બન્ને પ્રકારની ફરિયાદ કોર્પોરેશનને
કરી છતાં કંઈ આ બાબતે કોઈ ધ્યાન આપવમાં ન આવ્યું. જેથી અંતે ગુજરાત હાઉસિંગ
બોર્ડની મહિલાઓએ તંત્રને પાઠ શીખવાની નેમ પકડી અને ચાલુ વર્ષે પહેલી સપ્ટેમ્બરના
રોજ શિવ શક્તિ બસ સ્ટેન્ડ પાસે એક દિવસનો પ્રતિક ઉપવાસ મહિલાઓ દ્રારા કરવામાં
આવ્યો તેમ છતાં વિકાસના બણગા ફૂકતા કોર્પોરેશનને કોઈ અસર થવા પામી નથી.
ગુજરાત હાઉસંગ બોર્ડમાં રહેતા વંદનાબેનની આગેવાની હેઠળ મહિલાઓ એકત્ર થઈ હતી અને થોડી હિંમત કરીને તંત્રને આ બાબતે જાગૃત થાય તેના પ્રયત્નો કરી રહ્યાં છે. જેના ભાગરૂપે તંત્રના બહેરા કાને વાત પહોંચાડવા લોકશાહીનો ચોથા પાયો ગણાતા એવાં મીડિયા જગતનો પણ સહારો લેવામાં આવ્યો તેમ છતાં તંત્રને કોઈ અસર થઈ નથી. રહીશોને લાગી રહ્યું છે કે તંત્ર જાણી જોઈને સ્થાનીય રહીશોના જીવ સાથે ચેડા કરી રહી છે.
Ravi
Rathod, Ahmedabad, Reporter