ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

મોતને વિત્યા કલાકો છતાં કંપની અજાણ

વાપી જી.આઈ.ડી.સીની એક કંપનીમાં હંગામી ધોરણે કામ કરનારો મજૂર ગાસડી નીચે દબાઈ મોતને ભેટ્યો હોવા છતાં કંપની સંચાલકોને આ ઘટનાની જાણ બાર કલાક બાદ થઈ હતી. જોકે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે તુરંત આવી પહોંચી હતી. 

મળતી માહિતી મુજબ, વાપી જી.આઈ.ડી.સીમાં છેલ્લા ચાર વર્ષથી એક કંપનીમાં હંગામી ધોરણ મજૂરી કામ કરતો 55 વર્ષીય મૃતક પાંડુરંગ બાબુ શિંદે ગાસડી ટેમ્પામાં નાખી રહ્યો હતો તે દરમ્યાન ગાસડી નીચે દબાઈ ગયો હતો. જોકે તે દબાઈ ગયો છે અને મોતને ભેટ્યો છે તેની જાણ કંપની સંચાલકોને કેમ ન થઈ તે બાબતે શંકા સેવાઈ રહી છે. સવારે પણ તે કામ પર ન આવ્યો તે છતાં કંપની તરફથી કોઈ તપાસ કરવામાં આવી ન હતી. અન્ય મજૂરોના મતે જ્યારે તેઓ કામે આવ્યા ત્યારે સવારે મૃતકનું હેલ્મેટ બાજુમાં પડેલું જોયું ત્યારે ખબર પડી કે તેમનો સહકર્મચારી ગાસડીમાં દબાઈને મોતને ભેટ્યો છે. ત્યારે તેની જાણ કંપની સંચાલકોને કરવામાં આવી હતી.

રાત્રિ દરમ્યાન બનેલી આ ઘટનાને કારણે મ઼ૃતદેહ નાના મોટા પરભક્ષીનો ભોગ બની ગઈ હતી. જેમાં તેઓ કાનનો ભાગ કરડી ગયા હતા. આ ઘટના બાદ કંપની સંચાલકો જણાવી રહ્યાં છેકે મૃતક વેસ્ટ પેપર ગોડાઉનમાં સાફ સફાઈનું કામ કરતો હતો. અને સાફ સફાઈ કરવા માટે જ ત્યાં ગયો હતો. કંપનીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને પરિવારજનોને અમુક રકમની સહાય આપવાની વાત કરીને પોતાની બેદરકારી છુપાવાની કોશિષ કરી રહી છે તેમ સુત્રો જણાવી રહ્યાં છે. આ મામલે વાપી જી.આઈ.ડી.સી પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |