ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

જોવો ચરોતર પંથકના શ્રીગણેશની ઝલક

આ વખતે ચરોતર પંથકમાં ઠેર ઠેર ગણેશજીની પધરામણી થવા પામી છે. કરમસદ ખાતે વિવિધ યુવકો મંડળો દ્રારા સ્થાપિક ગણેશજીની એક ઝલક નિહાળો તે સાથે નડિયાદ, બોરસદ અને આણંદ શહેરના મુખ્ય વિસ્તારોમાં મહાનુભાવો દ્રારા ગણેશજીની થયેલી પુજા અર્ચનાના દ્રશ્યો પણ નિહાળો..

કરમસદ ખાતે નવયુગ યુવક મંડળ, પાઠકવાડો યુવક મંડળ, ગણેશ યુવક મંડળ, સાર્વજનિક યુવક મંડળ, પેન્થોન યુવક મંડળ, શ્રી ગણેશ યુવક મંડળ, મેડીકલ કેમ્પસ યુવક મંડળ, યંગસ્ટાર યુવક મંડળ, બાલકૃષ્ણ યુવક મંડળ દ્રારા સ્થાપન કરાયેલ ગણેશજીની પ્રતિમાની ઝલક છે.



જ્યારે નડિયાદમાં રામતલાવડી ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ યુવા મંડળ, સંતરામ ભાગોળ ખાતે સાર્વજનિક ગણેશ મંડળ, બિલોદરા ગણપતિ મંદિર દ્રારા સ્થાપિત કરવામાં આવેલા ગણેશજીની પ્રતિમાની ઝલક છે. બોરસદ નગર ખાતે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશજીની આરાધના કરતા બોરસદ શહેર ભાજપ પ્રમુખ ભંવરસિંહ પુરોહિત (વકીલ) સહિતના મહાનુભાવો ગણેશજીની પૂજા અર્ચના કરતા નજરે પડે છે. આણંદ શહેર ખાતે આણંદ ટાઉન હોલ પાસે આવેલ લક્ષ ગ્રુપ આયોજીત ગણેશ મહોત્સવમાં આરતી રોડવેઝના દિપકભાઈ શાહ, ટાઉન પીઆઈ દીયોરા, ધનશ્યામભાઈ સી.એ, સહિતના અગ્રણીઓ દાદાની પૂજા અર્ચના કરતા નજરે પડે છે. 

Photo By Jignesh Solanki,Karamsad,  Iqbal Saiyad, Anand,
Ranjitsingh Parmar, Borsad ,Nirav Soni, Nadiad 
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |