વાતાવરણમાં છેલ્લા અમુક વર્ષોથી ઘણાં
ફેરફારો નોંધાયા છે. જેની અસરથી સતત બે વર્ષથી કેરી રસિકો નિરાશ થઈ રહ્યાં છે.
પરંતુ જો કેરીના રાજાને ગાર્ડલીંગ પદ્ધતિનો
સહારો મળે તો ખેડૂતો મબલખ કેરીઓનું ઉત્પાદન ઉત્તમ અને સરળ પદ્ધતિથી કરી શકે છે.
સૌથી વધારે કેરીનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં થાય છે અને તેમાં કેરીનો રાજા હાપૂસએ વલસાડ જિલ્લાની શાન છે. વલસાડ જિલ્લા ખાતે મોટાપૌઢા હાઈસ્કુલમાં મોટા પાયે ત્રિ દિવસીય વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન થયું હતું. જેમાં વલસાડ ડુંગરી હાઈસ્કુલના
વિધાર્થીઓ દ્રારા મેંગો ગાર્ડલીંગ પદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. જેથી વલસાડ
જિલ્લાના ખેડૂતો સહિત કેરીનો પાક લેતા રાજ્યના તમામ ખેડૂતો માટે આ ગાર્ડલીંગ પદ્ધતિ ઉપયોગી સાબિત થઈ શકે. વિધાર્થીઓના મતે આ પદ્ધતિ ધણી સરળ અને ઉત્તમ છે.
આ અંગે માહિતી આપી રહેલા વિધાર્થી હર્ષીલ
પટેલ અને સ્મિત પટેલે જણાવ્યું હતું કે સામાન્ય ખર્ચે આ પદ્ધતિના સહારે ખેડૂતો
કેરીનો મબલખ પાક લઈ શકે છે. જે આંબાના ઝાડ
પર ગાર્ડલીંગ પદ્ધિતનો ઉપયોગ કરવા હોય તેની દરેક ડાળીને બે ઈંચ જેટલી છાલ કાઢી
નાંખવામાં આવે છે. અને ત્યાર બાદ ડાળીની ફરતે રીંગ બનાવી દેવામાં આવે છે. અને
તેમાં ફુગ કે જતું ન લાગી જાય તે માટે કોપર ઓક્સિ ક્લોરાઈડ (ફુગનાશક) અને ક્લોરો
પાયરીફોસ (જંતુનાશક) તેમજ ગેરૂને ગાર્ડલીંગ કરેલી રીંગમાં લગાડી દેવામાં આવે છે.
જોકે આ ડાળીઓ પર રીંગ કરવા માટે ચોક્કસ સમય હોય છે અને તે સમયગાળા દરમ્યાન જ રીંગ
કરવાથી ઘણો ફાયદો ઉઠાવી શકાય છે. પંદરમી જુલાઈથી લઈને પંદરમી ઓગષ્ટ દરમ્યાન નવાં
પાનાની કુંપળને જન્મ આપવા માટે આંબાનું ઝાડ ડાળીઓ અને મૂળના માધ્યમથી નાઈટ્રોજન મેળવે છે.
અને જેથી નવા પાના ફૂટવાની શરૂઆત થાય છે.
આંબાના ઝાડ પર જે વખતે નવા પાન આવે ત્યારે
આમ્રમંજરી ફૂટવાની કોઈ શક્યતાઓ હોતી નથી. તે સમયગાળા દરમ્યાન ગાર્ડલીંગ રીંગ કરી દેવાથી આંબાને નાઈટ્રોજન
મળતો નથી. જેથી નવા પાના ફૂટતા નથી. અને જ્યારે ડિસેમ્બર મહિનામાં આમ્રમંજરી ફૂટવાનો સમય આવી જાય છે ત્યાં સુધીમાં
રીગ કરવા માટે જે થડનું પડ દૂર કરાયું હોય તે ફરી આવી જાય છે. જેથી યોગ્ય સમયે આંબાને થડથી ડાળ સુધી પુરતો
નાઈટ્રોજન પહોંચે છે. અને જેથી મબલખ મંજરી ફૂટે છે જેથી કેરીનું ઉત્પાદન વધી જવા
પામે છે.
આ સરળ અને ઉત્તમ ગાર્ડલીંગ પદ્ધતિ ખેડૂતોને ઉપયોગી થઈ શકે તેમ છે. સામાન્ય ખર્ચે અતિઉપયોગી ગાર્ડલીંગ પદ્ધતિના સહારે આંબાના વૃક્ષનો ઉછેર કરવામાં આવે તો વિપુલ પ્રમાણમાં કેરીનુ ઉત્પાદન મેળવી શકાય તેમ કૃષિ તજજ્ઞો માને છે.
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com