ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

તંત્રમાં રહીને તંત્રને આપી શીખ

દુનિયામાં અનેક લોકો છે જેમને અનોખું કરીને રેકોર્ડ બનાવી ઈચ્છા હોય છે. જે માટે તેઓ અનેક કરતબો, કલા અને કંઈક અલગ કરવાની કોશિશ કરતા હોય છે. પરંતુ રાજકોટના યુવાને પ્રજાલક્ષી વિચારીને એક જ  ચાર કલાકમાં કાલાવાડ તાલુકાના 100 જેટલા ગામની વેબસાઈટ ફ્રી પ્લેટફોર્મ પર બનાવીને લોકો માટે ખુલ્લી મુકી છે. જે લોકોમાં ઘણી ઉપયોગી સાબિત થઈ રહી છે.  આ યુવકના કામની નોંધ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્રારા લેવામાં આવી છે અને તેની આ કામગીરી બદલ તેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

રાજકોટમાં રહેતો અને કાલાવાડ તાલુકા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષથી ટી.એલ.ઈ તરીકે ફરજ બજાવી રહેલા યુવક પ્રતિક સંઘવી પ્રજાલક્ષી કામ કરવાની ઈચ્છા સાથે અનોખું કરવાનો સંકલ્પ કર્યો અને કાલાવાડની તમામ ગામોની વેબસાઈટો બનાવી દીધી અને કાલાવાડ તાલુકાને દેશનો સર્વપ્રથમ ડોટ.કોમ તાલુકો બનાવી દીધો. આ બનાવેલી તમામ વેબસાઈટો એક જ દિવસમાં ઓન લાઈન કરી દીધી. જેની નોંધ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં લેવામાં આવી અને તેને નેશનલ રેકોર્ડ હોલ્ડરનું બીરૂદ આપવામાં આવ્યું છે.

આ અગાઉ પણ પ્રતિકે એક એવો ચાર્ટ બનાવ્યો હતો. જેમાં 1 અંકથી લઈને 15625 અંકોનો તમામ સાઈડનો સરવાળો સરખો થઈ જાય. તે માટે પણ આ યુવકને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જેથી અત્યાર સુધીમાં પ્રતિકના બે અલગ અલગ કેટેગરીના રેકોર્ડને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે ગુજરાતમાં પ્રથમ વખત બન્યું છે.


ગુજરાત અને દેશમાં એવો કોઈ તાલુકો નથી જેમાં દરેક દરેક ગામની સંપૂર્ણ માહિતી આપે તેવી ગામની પોતાની અલગથી વેબસાઈટ હોય. પરંતુ આ યુવકે દ્રારા બનાવેલી દરેક ગામની પર્સનલ વેબસાઈટમાં જે તે ગામની વેબસાઈટ ખોલવાથી તેમાં તે ગામના ફોટાગામની વસ્તીની માહિતી , ગામના મતદાર , ગામની આંકડાકીય તમામ માહિતી ઉપલબ્ધ છે. ચુટાયેલા સભ્યો , સરપંચની માહિતી , મંત્રીની માહિતી અને ખાસ એક ફરિયાદ નામનું ઓપ્સન પણ છે. 

News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |