ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આ ચહેરાને તમે ઓળખો છો !!

વર્ષ 2013ના ઓગષ્ટ મહિનામાં દેશને બે ખુંખાર આતંકીઓને પકડવાની સફળતા મળી છે ત્યારથી  પાકિસ્તાનના કરાંચી શહેરમાં સ્થિત દાઉદ ઈબ્રાહિમ પકડાયે તેવી ઈચ્છા દરેક દેશવાસી ઈચ્છી રહ્યો છે.  પરંતુ ચરોતરના આણંદ શહેરમાં અનેક વર્ષોથી એક શખ્સ રહે છે. જેનો ચહેરો દાઉદ ઈબ્રાહિમ જેવો જ છે. આ ચહેરાને કારણે તેમને જેટલી લોકપ્રિયતા મળી છે તો તેની સામે અનેક સમસ્યાઓ પણ પેદા કરી છે.



જોજો, છેતરાઈ ન જશો...આ દાઉદ નહિં,એનાં હમશક્લ છે !!!


કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમ આણંદની એક પાર્ટીમાં સફેદ સૂટ અને ગ્લાસીસ પહેરીને ફરતો દેખાતો હોય એવો વિડીયો ફરતો થતા ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે આ સફેદ સૂટ અને ગ્લાસીસ પહેરેલો શખ્સ દાઉદ ઈબ્રાહીમ નહીં પરંતુ તેનો હમશકલ જગદીશ હિંગુ હોવાનો ખુલાસો થતા સહુએ રમૂજ સાથે હાશકારો અનુભવ્યો હતો.

આણંદમાં સીટી કોલેજ વિસ્તારમાં આવેલ ગાયત્રી કોલોનીમાં જગદીશભાઈ હીંગુ ઉર્ફે દાઉદ રહે છે. વર્ષ 2007માં આણંદનો આ દાઉદ ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. માત્ર ચાર ચોપડી ભણેલા જગદીશભાઈને ખબર ન હતી તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો ચહેરો ધરાવે છે. તે દાઉદના હમશકલ છે તેની ખબર ત્યારે પડી જ્યારે એક પ્રસંગે તેમના મિત્ર દ્વારા વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. જેમાં સફેદ કપડા પહેરીને ઉભા રહેલા જગદીશ હીંગુ દાઉદના હમશકલ જેવા લાગતા હતાં. જોકે જગદીશભાઈ પોતાને રજનીકાંતના હમશકલ માનતા હતાં. પરંતુ આ વિડિયો જોયા બાદ તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.

ત્યારબાદ તેમણે દાઉદના ચહેરાના સહારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા સાથે આણંદની એક્ટીંગ સ્કૂલનો સહારો લીધો હતો. આ એક્ટીંગ સ્કૂલના માધ્યમથી તેમને વર્ષ 2007માં અનોખી રીતે બજારમાં લોંચ કરવામાં આવ્યાં હતાં. જોકે ત્યારબાદ તેઓ દાઉદના ચહેરાથી પ્રખ્યાત થયાં પરંતુ એક્ટીંગથી દૂર થઈ ગયા.


કેવી રીતે લોકો સુધી પહોંચ્યાં

વર્ષ 2007ના માર્ચ મહિનાની છેલ્લા દિવસે દાઉદ આણંદની કોઈ પાર્ટીમાં આવ્યો છે. તે વાત હવામાં વહેતી થઈ. આણંદમાં તે દિવસે એક વિડીયો ફરતો થયો . જે વિડીયોમાં દાઉદ સફેદ કપડા,ગ્લાસ પહેરીને આણંદની એક પાર્ટીમાં ફરી રહ્યો છે તેવું લાગી રહ્યું હતું. જેથી આ વિડીયો જોઈને આણંદ પોલીસે દાઉદની શોધખોળ શરૂ કરી દીધી હતી. ઉપરાંત મીડિયા જગતમાં આ વાત ફેલાતા દેશની અગ્રણી મીડિયા ચેનલોનો આણંદમાં જમાવડો થઈ ગયો હતો. તેમછતાં આખી રાતની શોઘખોળ બાદ પણ દાઉદની કોઈ જાણ થવા પામી ન હતી.

જોકે બીજા દિવસે સવારે ખબર પડી હતી કે જગદીશ હિંગુ નામનો એક કલાકાર માસ્ટર માઈન્ડ સિરીયલનું પ્રમોશન કરી રહ્યો હતો. અને તે આ સિરીયલમાં ડોનનું પાત્ર નિભાવી રહ્યાં છે. તે વાતનો ખુલાસો સિરીયલના પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવ્યો હતો. અને આણંદમાં ફરી રહેલો આ વિડિયો પ્રમોશનનો જ ભાગ હતો. તે એપ્રિલ મહિના પહેલા દિવસે જ જાહેર કરવામાં આવતાં તંત્રની સાથે મીડિયા માટે પણ આ ઘટના એપ્રિલફૂલ સમાન સાબિત થઈ હતી.જોકે આ પ્રમોશનથી દાઉદના હમશકલ જગદીશ હિંગુ પ્રખ્યાત થયા પરંતુ સાથે આ ચહેરાએ અનેક સમસ્યાઓનું સર્જન કર્યું.

યાદગાર અનુભવ

જગદીશ હિંગુના મતે 2007માં એક ઓફર આવી હતી. જે આજ દિન સુધી તેમને યાદ છે. અચાનક મારા મિત્રના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. કોઈ હિન્દી ભાષી વ્યક્તિ મને મળવા માગતો હતો. તે મારી સાથે 25 લાખ રૂપિયાથી પણ વધારે આપીને એક વર્ષ માટે કરાર કરવા માગતો હતો. જેમાં ફિલ્મમાં એક્ટીંગ કરવાની છે તે વાત કહેવામાં આવી હતી. પરંતુ રોલ,ફિલ્મ તે વિશેની જાણકારી આપવા તૈયાર ન હતો. જેથી મને અને મારા મિત્રને શંકાસ્પદ જણાયું હતું. જોકે ત્યારબાદ એક અંગત મુલાકાત પણ થઈ હતી. તે મુલાકાતમાં પણ તેણે મારા પાત્ર અને કામનો ખુલાસો કર્યો ન હતો. આ ઓફરમાં દાળમાં કાળું જણાયું અને આ વાતને ત્યાં સમાપ્ત કરવામાં આવી હતી.

હમશકલ હોવાનો ગેરલાભ

દાઉદનો હમશકલ હોવાના કારણે મને કોઈ સિરીયલ, ગુજરાતી પિક્ચરમાં લેવા માટે તૈયાર થતું નથી. અને જો તૈયાર થાય તો મને ફરજિયાત ગ્લાસ ન પહેરવાનું જણાવવામાં આવે છે. જે કારણોસર ઘણા વર્ષો સુધી કામ માટે સંઘર્ષ કર્યો પરંતુ તે છતાં કામ ન મળ્યું જોકે મને રાજકોટ,ગોધરા અને આણંદની વિવિધ પાર્ટીઓમાં સ્ટેજ શો કરવાનું કામ મળતું હતું. જેમાં મારા દ્વારા ચાલુ કાર્યક્રમમાં દાઉદની સ્ટાઈલમાં આવીને એક વોક કરવાનું હોય છે. જેનાથી હું મારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેમાં પણ આવક નજીવી હતી.

જે કારણોસર અમુક મિત્રોના સાથ સહકારથી પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું .જેમાં ગુજરાતી વિડીયો આલ્બમ બનાવાની શરૂઆત કરી અને આજે પણ વિડિયો આલ્બમ બનાવીને કલાક્ષેત્રમાં કામ કરી રહ્યો છું. આજે પણ પાર્ટીઓમાં દાઉદ વોકનું કામ મળે છે તો હું તૈયાર થઈ જાઉં છું. કારણકે દાઉદના હમશકલ તરીકે મારી છાપ પડી ગઈ છે. હું આ છાપથી જેટલો દૂર જવાની કોશિશ કરું છે તેટલો જ નજીક આવું છું. જેથી હવે મે ચિંતા કર્યા વગર મારું કામ અને જીવન જીવવાનું શરૂ કર્યું છે.પરંતુ સત્ય એક જ છે. આ ચહેરાના કારણે એક્ટીંગ મારાથી છીનવાઈ ગઈ.

મિત્રો, પરિવારજનો શું કહે છે?

જગદીશ હિંગુએ જણાવ્યું હતું કે મારા મિત્રો અને પરિવારજનોને એ વાતનો આનંદ છે કે હું દાઉદનો હમશકલ જરૂર છું પણ તેઓને વધારે ખુશી તે વાતથી છે કે હું દાઉદ નથી.


News Published By   CNA TEAM,  
For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |