અમદાવાદ શહેરમાં ગુજરાત તેમજ દેશ-વિદેશથી ફોટોગ્રાફીના
શોખીન તેમજ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હજારોની સંખ્યામાં હાજરી આપી રહ્યાં છે. 20મી
સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં ત્રણ દિવસીય ફોટો વિડીયો 2013 ટ્રેડ ફેરનો આરંભ થયો
છે.
આ ટ્રેડ ફેરનું આયોજન
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી એકઝિબીશન હોલ, હેલમેટ ચાર રસ્તા ખાતે થયું છે. નોન-પ્રોફીટ ગુજરાત ફોટોગ્રાફીક
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી એસોસીએશન કે જે ફોટોગ્રાફર્સ સમુદાય માટે સતત કંઇક કરવાની
ખેવના ધરાવે છે અને પ્રોફેશનલ ટ્રેડ ફેર્સ, એકસ્પો અને એકિઝબિશન્સનું 1998થી આયોજન કરનાર આકાર એકિઝબીટર્સ સાથે
મળીને ‘ઇન્ડીયા ઇન્ટરનેશનલ ફોટો વિડિયો
ટ્રેડ ફેર-2013નું આયોજન કર્યું છે.
આ ટ્રેડ ફેરનો
મૂળ હેતુ ફોટોગ્રાફર્સના જ્ઞાનમાં વધારો કરવાનો અને તેઓને વધુ એકસપોઝર આપવા તેમજ
વૈશ્વિક ટેકનોલોજી વિશેનો બહોળો પરિચય આપવાનો છે.
Photo By Bhaati N
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com