ગુજરાતમાં દિવસ રાત ધમધમતા અમદાવાદ જેવા
મોટા શહેરોમાં ધોળા દિવસે ચીલ ઝડપ અને લૂંટના બનાવો બની રહ્યાં છે. તેને જોતા નાના
શહેરો પણ સજાગ બની ગયા છે. મોટા શહેરોમાં
બની રહેલી લૂંટફાટ અને ચીલ ઝડપના બનાવોમાંથી સત્વરે બોધપાઠ વાપી શહેરે લીધો હોય
તેમ જણાઈ રહ્યું છે.
વાપીમાં દિવસને દિવસે ગુનાઓ વધી રહ્યાં
છે. થોડા દિવસો અગાઉ વાપી શહેરમાં પોલીસ લોક દરબારનું આયોજન થયું હતું. જેમાં
ટ્રાફિકની સમસ્યા તેમજ સુરક્ષાનો મુદ્દે ઘણી ચર્ચાઓ થવા પામી હતી. જેને લઈને
સત્વરે ટ્રાફિક કમિટી બનાવી દેવામાં આવી હતી. જેમણે આ મામલે જરૂરી ચકાસણી અને
સર્વે કરીને સી.સી.ટી.વી કેમેરાને ગોઠવવા
માટેની પ્રક્રિયા આરંભી દીધી હતી. જેની અસરથી વાપી શહેરમાં વર્તમાન સમયમાં ત્રણ
સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યાં છે.
શહેરમાં પી.ડબ્લ્યુ.ડી ચાર રસ્તા, વાપી
સેલવાસ રોડ ચાર રસ્તા, કે.બી.એસ કોલેજ ચણોદ કોલોની માર્ગને સીસીટીવી કેમેરાથી સુસજ્જ બનાવી દેવામાં આવે છે.
આ કેમેરા ચારેય દિશામાં ફરી શકે છે ઉપરાંત તેની વીડીયોની ગુણવતા સારી રહે તે હેતુથી
ઉત્તમ ગુણવતાના કેમેરાનો વપરાશ થયો છે. મળતી માહીતી મુજબ, આગામી દિવસોમાં વાપી
શહેરમાં 70થી વધુ કેમેરા લગાવાની તૈયારી વી.આઈ.એના સહારે તંત્ર કરી રહ્યું છે.
જેથી મનાઈ રહ્યું છેકે વાપી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં તેમજ અન્ય
ગુન્હાહીત પ્રવૃતિઓ રોકવામાં તેમજ તપાસમાં પોલીસ તંત્રને આધુનિક ટેક્નોલોજી મદદરૂપ
થશે. વાપી શહેરની સીસીટીવી કેમેરા દ્રારા
દેખરેખ રાખવા માટે તેનો કન્ટ્રોલ રૂમ વી.આઈ.એ ખાતે રાખવામાં આવ્યો છે.
Tejas Desai,Reporter,Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com