નડિયાદની નગર પ્રાથમિક શાળા નંબર 12માં બુધવારના રોજ પાણી પીવા ગયેલ બાળકનું મોત થતાં આજે શાળાના વાલીઓ દ્રારા પોલીસ મથકે ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે આ મુદ્દે સચોટ કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે અને મૃતકના માતા-પિતા દ્રારા બાળકના મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે ગત રોજ અમદાવાદી બજારમાં વિસ્તારમાં છાટીયાવાડ લીમડી નજીક શાળા નં. 12 આવેલી છે. જેમાં 190 જેટલા વિધાર્થીઓ ભણે છે. જેમાં ધો. 3માં અભ્યાસ કરતો રોહિત ભીલ નામનો વિધાર્થી પાણી પીવા માટે નળ પાસે ગયો હતો. તે વખતે એકદમ જ ઝટકો લાગતં તે નીચે પટકાયો હતો. અને તેનું મોત થયું હતું. આ ઘટના બાદ શાળાના વિધાર્થીઓ, વાલીઓ અને આચાર્ય શું કહી રહ્યાં હતા તે જાણો અહીં ક્લિક કરો
આ ઘટનામાં બાળકનું મોત થતાં ભારે હોબાળો થયો હતો અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં બાળકનું મોત બ્રેઈન હેમરેજને કારણે થયું હોવાનું ઉજાગર થવા પામ્યું છે. જેથી મૃતક બાળકના વાલી સહિત અન્ય 600 જેટલા લોકો પોલીસ મથકે પહોંચી ગયા હતાં અને એક અવાજે શાળા પ્રસાશન અને આચાર્ય સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માગં કરવામાં આવી હતી. જેથી શહેર પી.આઈ અને ડી.વાય.એસ.પી દ્રારા વાલીઓને હૈયા ધારણ આપવામાં આવી હતી અને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવાની ખાત્રી આપવામાં આવી હતી.
પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે શાળાના ઈન્ચાર્જ આચાર્ય કોકિલાબેન પરમાર તેમજ શિક્ષક કાશ્મીરાબેન વિરુદ્ધ કલમ 304 મુજબ ફરિયાદ દાખલ કરી છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com